ભરૂચ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ફરી એક વખત ચર્ચાના ચાકડે
ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયાના કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે અનેક વખત છબરડાઓ મીડિયા સમક્ષ પ્રસિદ્ધ થયા છે તેવામાં ફરી એક વખત કિસાન નિયામક સંઘ દ્વારા ભરૂચ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ કલમ 86 હેઠળ તપાસની માંગ સાથે ફરી એક વખત ગણેશ સુગર ચર્ચાના ચાકડે ચડી છે.
અવારનવાર ભરૂચની ગણેશ સુગરમાં કસ્ટોડિયન કમિટી હોય કે કિસાન સંઘની બાબતો હોય કંઈક ને કંઈક ગોટાળા થતા જ રહે છે, ભરૂચની ગણેશ સુગરમાં ઉદ્યોગ સહકારી મંડળી કમિટીના વહીવટ બાબતે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી દ્વારા ખાંડ નિયામક ગાંધીનગર સમક્ષ કલમ 86 હેઠળ તપાસની માંગ ઉઠી છે, અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારિયામાં 86 કલમ બાબતે ફરી એક વખત ભૂત ધુણ્યું છે. જાણકારોનું કહેવું છે કે અવારનવાર કલમ 86 બાબતે જ કેમ સભાસદો કસ્ટોડિયન કમિટીના વહીવટ બાબતે ચર્ચાઓ થાય છે, અગાઉ પણ અનેક વખત અમુક કસ્ટોડિયન દ્વારા વિઘ્ન સંતોષી તેવા અક્ષેપો કરાયા છે તો અત્રે નોંધનીય છે કે આ બાબતે કલમ 86 ની તપાસ અવારનવાર કરવાનું કહેવામાં આવતા વિઘ્ન સંતોષી ખરા અર્થમાં કોણ છે તેવા પણ પ્રશ્નો અત્રે મંત્રીને કરવામાં આવેલી અરજીમાં જિલ્લાના વિભાગીય પ્રમુખ દ્વારા કરાય છે ઉપરાંત જણાવ્યું છે કે જો તલસ્પર્શી વિગતો બહાર આવ્યા બાદ યોગ્ય નહીં જણાય તો આગામી અરસામાં હાઇકોર્ટમાં કલમ 86 અંગેની તપાસની માંગ કરવામાં આવશે.