ભરૂચના સારંગપુર ખાતેથી 6 શખ્સોને પત્તા પાના વડે જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ
ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી દર્શાવવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અનુસાર દારૂ અને જુગારના ગેરકાયદેસર કામકાજ કરનારા તત્વો પર તવાઈ બોલાવવામાં આવતા, બાતમીના આધારે સારંગપુર ગામ વેરાઈ માતાજીના મંદિર પાસેથી છ શખ્સોને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર અસામાજિક રીતે જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓ પર વોચ તપાસ કરવાનો આદેશ હોય જે અનુસંધાને અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસને બાતમી મળેલ કે સારંગપુર ગામ વેરાઈ માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે રેડ કરતા (1) સચિન પ્રકાશ દોશી ઉંમર વર્ષ 40 રહેવાસી ભાનુશાળી માર્કેટ રમીલાબેન દિશા સિંગ વસાવાના મકાનમાં રાજપીપળા રોડ અંકલેશ્વર જીલ્લો ભરૂચ,(2) અલ્પેશ બાલુભાઈ પટેલ ઉંમર વર્ષ 41 રહેવાસી પટેલ ફળિયુ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (3) બીટન કુમાર કલ્પેશભાઈ વસાવા ઉંમર વર્ષ 29 રહેવાસી 145 વિહારધામ સોસાયટી સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (4) સુમિત ગુમાનભાઈ પટેલ ઉંમર વર્ષ 28 રહે પટેલ ફળિયુ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (5) જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ પટેલ ઉંમર વર્ષ 49 રહેવાસી પટેલ ફળિયુ સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ (6) રણજીતભાઈ ધીસસિંગ વસાવા ઉંમર વર્ષ 29 રહે ભાનુશાળી માર્કેટ રમીલાબેન ધીસ સિંગ વસાવાના મકાનમાં રાજપીપળા રોડ અંકલેશ્વર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ને પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યા છે. પોલીસે બનાવ સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા 27100 તથા મોબાઇલ નંગ પાંચ કિંમત રૂપિયા 25,000 વાહન નંગ પાંચ કિંમત રૂપ 1,35,000 તથા પત્તા પાનાં પાથરણું અંગ જડતી તથા દાવ પરના રૂપિયા મળી કુલ રૂપિયા 1,87,100 સાથે જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સો બનાવ સ્થળ પરથી જુગાર રમતા હોય પરંતુ પોલીસને જોતા નાસી છૂટ્યા હોય જેમાં પ્રતીક મુકેશ પટેલ અક્ષય રાજેશ પટેલ, પરેશ નાથુભાઈ પટેલ, મનીષ ઉર્ફે મનો કાલિદાસ વસાવા, જગ્ગુ વસાવા તમામ આરોપીઓ અંકલેશ્વરના રહેવાસી હોય પોલીસ દરોડા દરમ્યાન નાસી છૂટ્યા હોય પોલીસે જુગાર ધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલ છે.