Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

Share

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

સમગ્ર વિશ્વમાં યુવા નેતાની અમિત છાપ છોડનાર અને દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનોએ તેમની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

કોંગ્રેસના રાજીવ ગાંધીની આજે જન્મ જયંતી નિમિત્તે કોંગી આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો, આ તકે ભરૂચ જિલ્લા કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં ડિજિટલ ઇન્ડિયાની માત્ર વાતો થાય છે , પરંતુ ખરા અર્થમાં કોમ્પ્યુટર ક્રાંતિના પ્રણેતા રાજીવ ગાંધીને શ્રેય આપવામાં આવે છે અત્યંત નાની વયે દેશનું સુકાન સંભાળ્યું હતું અને વડાપ્રધાન જેવું મહત્વનું પદ તેઓએ સુપેરે નિભાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનના અત્યંત યુવાન નેતા તરીકે તેઓની પ્રતિભાનો સન્માન કરવામાં આવે છે તેમની ખુમારી બાહોશી અને કાર્યકુશળતાના કારણે સમગ્ર દેશવાસીઓ માટે અનેક પ્રકારની યોજનાકીય કામગીરી તેઓએ વડાપ્રધાન પદ પર રહીને નિભાવી હતી આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડાથી પકડાયો.

ProudOfGujarat

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું સરકાર પર નિશાન : હાલ કેન્દ્રએ સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી.

ProudOfGujarat

सत्य की हुई जीत! संजय दत्त को उच्च न्यायालय के फैसले से मिली राहत!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!