Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના સરોદ ગામે થી પાંચ જુગારીઓને ઝડપી પાડતી વેડચ પોલીસ

Share

ભરૂચ જિલ્લાના સરોદ ગામે થી પાંચ જુગારીઓને ઝડપી પાડતી વેડચ પોલીસ

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જુદા જુદા પોલીસ મથકને દારૂ /જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે અસરકારક કામગીરી કરવા જાણ કરેલ હોય જે દરમિયાન સરોદ ગામે છે જુગાર રમતા પાંચ શખ્સોને વેડચ પોલીસે ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જુદી જુદી ટીમ બનાવી ગ્રામ્ય મથકમાંથી પણ જુગાર જેવી પ્રોહીબીટેડ પ્રવૃત્તિને ડામવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય, જે અનુસંધાને વેડચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે સ્ટાફના વિપુલભાઈને બાતમી મળેલ કે સરોદ તળપદ ગામે મહી નદીના કિનારે ભાઠામાં બાવળની જાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં પત્તા પાનાં વડે રૂપિયાની હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળા સ્થળ પર વેડચ પોલીસે રેડ પાડતા સરોદ ગામે તળપદ પાસે મહી નદીના ભઠામાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો દેશી જુગાર રમતા હોય પોલીસે (1) ઇમરાન ઈરફાન માય ઉંમર. વર્ષ. 19 રહે. સરોદ ખરીપર તાલુકો. જંબુસર, જીલ્લો ભરૂચ, (2) મુસ્તાક મોહમ્મદ માય ઉંમર વર્ષ 56 રહે સરોદ ખરી પર જંબુસર જીલ્લો ભરૂચ, (3) ઇલિયાસ અબ્દુલ ટંકારીવાલા ઉંમર 60 પર જંબુસર ભરૂચ (4) ઈરફાન સુલેમાન ભાટિયા ઉંમર વર્ષ 42 રહે સરોદ તળપદ સુલતાનગર જંબુસર ભરૂચ,(5) ઈકબાલ ઈબ્રાહીમ ઘોડાવાળા ઉંમર વર્ષ 47 રહે સરોદ તળપદ સુલતાનગર તાલુકો જંબુસર જીલ્લો ભરૂચ ને ઝડપી લઇ અંગ જડતીના તથા દાવ ઉપરના કુલ રૂપિયા 10,650 તેમજ મોબાઇલ નંગ ત્રણ કિંમત રૂપિયા 12,500 પાથરણું પત્તા પાનાં સહિતનો જુગારનો સામાન મળી કુલ રૂપિયા 23,150 નો મુદ્દા માલ ઝડપી લઇ પાંચ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ રેડ દરમિયાન પોલીસને આવતા જોઈ 2 શખ્સોએ ઝલકબનાવ સ્થળેથી નાસી છૂટ્યા હોય વોન્ટેડ આરોપી ફૈશલ શબ્બીર વાડીના, રહે. સરોદ તથા ગબુ માસી સરોદના તળપદ માછીવાડમાં રહેતા જેની પોલીસે શોધખોળ હાથ ધરેલ છે.


Share

Related posts

બાળકો તસ્કરીની વાત વાયુવેગે પ્રસરતા ભરૂચના કેટલાય ગામોમાં સૂચન બોર્ડ લગાવવાની નોબત આવી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાની રાજશ્રી પોલિફિલ કંપનીની કોલોનીનાં મંદિરમાં ચોરી…

ProudOfGujarat

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી મેન્ડેટને લઇને કોંગ્રેસમાં કચવાટ, કાર્યકરોના રાજીનામા પર વાત પહોંચે તેવી આંતરીક ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!