ભરૂચમાં મારુતિ નગર બાવાની દરગાહ પાસેથી 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જિલ્લામાં ચાલતી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર બંધ કરવા માટે સતત વોચ રાખી અસરકારક પરિણામલક્ષી કરવાની પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર મારુતિ નગર શેખ કાટાશા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી પાંચ જુગાર રમતા શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિ સદંતર બંધ થાય તેવી એલ.સી.બી. પોલીસને સુચના આપવામાં આવી હોય જે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોય, જે દરમિયાન પો.સ.ઈ. એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે સમયે બાતમી મળેલ કે ભરૂચના મારુતિ નગર શેખ કાટાશા વિસ્તારમાં બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખશો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મારુતિ નગર શેખ કાટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે રેડ પાડતા જાહેરમાં સ્ટ્રીટ લાઈટ ના અજવાળે પત્તા પાના વડે જુગાર રમતા (1) યુસુફ વલી શાહ દિવાન રહે મારુતિ નગર દરગાહ ની સામે ન્યુ આનંદ નગર પાસે ભરૂચ શહેર જીલ્લો ભરૂચ, (2) યુનુસ મજીદ શેખ રહે મારુતિ નગર દરગાહ ની સામે ન્યુ આનંદ નગર પાસે ભરૂચ, (3) લુકમાન ગુલામ દિવાન રહે મારુતિ નગર દરગાહ ની સામે ન્યુ આનંદ નગર પાસે ભરૂચ, (4) શોકતવલી શાહ દિવાન રહે મારુતિ નગર દરગાહ ની સામે ન્યુ આનંદ નગર પાસે ભરૂચ, (5) હશીના બશીર દિવાન રહે, મારુતિ નગર દરગાહ ની સામે ન્યુ આનંદ નગર પાસે ભરૂચ ને ઝડપી લઇ અંગ જડતી તથા દાવ ઉપરના રૂપિયા 46,600 પત્તા પાના પાથરણું સહિતનો જુગારનો મુદ્દામાલ કબજે લઈ જુગારધારા સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આગળ વધુ તપાસ અર્થે આ કેસને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.