કલકત્તામાં બનેલી ઘટનાનો વિરોધ ભરૂચ IMA ના ડોક્ટરોએ કેન્ડલ માર્ચ દ્વારા નોંધાવ્યો
કલકાત્તામાં બનેલી ટ્રેનિંગ લઇ રહેલા મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને ખૂનના વિરોધમાં ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યા ઉપર ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભરૂચ IMA ડોક્ટર દ્વારા પણ કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભરૂચના આઈએમએ ના સેક્રેટરી ડો. પ્રગતિ બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે, કલકત્તામાં બનેલી ઘટના મહિલા ટ્રેનીંગ લઈ રહેલા ડોક્ટરનો જે રીતે બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમનું મોત નીપજાવવામાં આવ્યું ખૂનના આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે ભરૂચ આઈ એમ એના તમામ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા માટે પાંચબત્તી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, સમગ્ર રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ડોક્ટર સાથે કરવામાં આવતો દૂર વ્યવહાર પણ બંધ થાય યોગ્ય કાયદો વ્યવસ્થાની પણ આ તકે પ્રગતિ બારોટે માંગ કરી છે , વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના સમગ્ર સ્ટાફ માટે સલામતી અને સુરક્ષા માટે કાયદાઓ ઘડવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.
અત્રે નોંધનીય છે કે ભારતમાં દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે , તેવામાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે નિયમિત અંદાજિત 67 બળાત્કારના કેસ નોંધાતા રહે છે પરંતુ કલકત્તામાં બનેલી ઘટના સમગ્ર સમાજને જંજોળી નાખે તેવી બનેલ છે, આથી તેનો વિરોધ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડોક્ટરોએ નોંધાવ્યો છે આગામી સમયમાં જોવું રહ્યું કે સરકાર દ્વારા પીડીતાને ન્યાય અપાવવા માટે કયા પ્રકારના પગલાંઓ લેવામાં આવે છે? અને આરોપી ની શોધખોળ કરી ક્યારે સજા ફટકારવામાં આવશે??