એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસ.
ઓ.યુ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાળવણી કરતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા એકતા ઓડિટોરિયમ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ હતી જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સી.આઈ.એસ.એફ તથા ફાયર વિભાગના કર્મચારીઓએ પણ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી. કાર્યક્રમમાં નર્મદા પોલીસવડા પ્રશાંતભાઈ સુબે સાથે નાયબ પોલીસ અધિક્ષક સંજયભાઈ શર્મા (કેવડિયા વિભાગ) સમગ્ર પોલીસ સ્ટાફ તથા નર્મદા નિગમ તેમજ ઓથોરિટી વિભાગના અધિકારીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રોજેક્ટના સ્ટાફ સાથે પ્રાથમિક શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમને અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા. કાર્યક્રમને લઈ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એસ.ઓ.યુ એકમના ડી.સી. અભિષેકકુમાર શાહુ એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.