Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

Share

અંકલેશ્વરની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ભરૂચ જિલ્લામાં આગામી સમયમાં શ્રાવણ માસ નિમિત્તે આવતા તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાને આધારે ઝુંબેશ હાથ ધરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અંકલેશ્વર કોર્ટના ચેક રિટર્નના કેસના આરોપીને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા માટે ઉચ્ચકક્ષાની સૂચના અનુસાર ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જુદી જુદી ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવેલ હોય તે દરમિયાન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સજા પામેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટેકનીકલ સર્વેલન્સ અને હકીકતના આધારે અંકલેશ્વર કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 નો આરોપી નાસ્તો ફરતો હોય બે વર્ષ અગાઉ સજા થતા તેનું વોરંટ કાઢવામાં આવ્યું હોય તેમ જ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ હોય આરોપી અમદાવાદ ખાતે છે, તેવી ઉપરી અધિકારીની સુચના મુજબ એલસીબીની એક ટીમ તાત્કાલિક અમદાવાદ ખાતે તપાસમાં ગયેલ હોય જે દરમિયાન એલસીબીની ટીમે તમામ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી આરોપી ચિરાગ કંચનભાઈ માછી રહે. આશ્રમ ફળિયુ મુક્તમપુર ભરૂચને ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડ્યો છે, એલસીબી પોલીસે આરોપીને હસ્તગત લઈ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને સોંપી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરેલ છે.


Share

Related posts

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર શહેરનાં વધુ બે યુવાનોનાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100 પર પહોંચી છે.

ProudOfGujarat

સુરત : મારામારીના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!