ભરૂચમાં સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી જુગાર રમતા 6 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ભરૂચ શહેરમા ચાલતી ગેરકાયદેસર દારૂ જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા અલગ અલગ ટીમ બનાવેલી સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.
ભરૂચ શહેરમાં પ્રોહિબિટેડ તેઓ પર રોક લગાવવા માટે જુગારના કેસો શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ એલસીબી પોતાની ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી છે ભરૂચના સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાં નૂરમહંમદ મન્સૂરીના મકાનમાં મોહમ્મદ ઈદરીશ મોહમ્મદ શેખ અને અન્ય અનેક લોકો બહારથી આવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડતા સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તારમાંથી (1) મોહમ્મદ ઈદરીશ મોહમ્મદ શહીદ શેખ (2)મોહમ્મદ અસલમ ફારુક લહેરી (3) મુંજમીલ ઉર્ફે મુન્નો બશીર શેખ (4)જલાલ હુસેન સૈયદ (5) યુસુફ ખાન દિલબર ખાન પઠાણ(6) જફર મહેમુદ મલેક સહિતના ભરૂચના રહેવાસીઓને પોલીસે રેડ દરમિયાન રૂપિયાની હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હોય અંગઝડતીમાંથી તથા દાવ પરના રૂપિયા, પાથરણું, પત્તા પાના જુગાર રમવાના સાધનો સહિતનો કુલ મુદ્દામાલ પોલીસે રૂપિયા 32,050-/ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી, આગળ વધુ તપાસ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.