Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી સ્પેરપાર્ટ વાગરા ખાતે વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી સ્પેરપાર્ટ વાગરા ખાતે વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ટુ-વ્હીલર બાઈકની ચોરી કરી સ્પેરપાર્ટ અલગ કરી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના ત્રણ શખ્સોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધી ગુનાઓ અને વાહન ચોરીના ગુનાઓને અટકાવવા માટે તથા અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી , જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી વાળા એલસીબીના માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આથી એલસીબીની ટીમ વાગરા પોલીસમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે હાલ સુરત શહેરમાં રહેતો અને ભરૂચ જિલ્લાના ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તેમના સાગ્રતો સાથે સુરતના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ અર્થે આવેલ છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવી તપાસ કરતા ઓછણ ગામના પાટીયા બસ સ્ટેશનની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે આરોપી સુફિયાન સલીમ પટેલ તથા તેના બે સાગ્રિતોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હોય આ ત્રણેયને પોલીસે મોટરસાયકલના રજીસ્ટર નં. આરટીઓને લગતા દસ્તાવેજ વાહનનો કબજો ભોગવટો ધારણ કરનાર વગેરે વિગતો મિતલ સ્પર્શી વિગતો માંગતા ત્રણેય વ્યક્તિઓ જવાબ આપી શક્યા ન હોય વધુ તપાસ કરી માલિક નો સંપર્ક કરતા મોટરસાયકલ ચોરી કર્યાનું જાણવા મળ્યું હોય.
આથી પોલીસે ત્રણેય ઇસમોની આકરી ઢબે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા સુફિયાન સુરત વિસ્તારમાં વિવિધ એરિયાનો જાણકાર હોય રિયાઝ સુફિયાન બંને પિતરાઈ ભાઈઓ થતા હોય તેઓ બંને મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ઉઠાનતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી વાગરાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈને કોઈ બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઈક ને ખોલી નાખી તેના સ્પેર- પાર્ટ વગેરે કીંમતી માલ સામાન વેચી નાખતા હોવાની કબુલાત આરોપી (1)સુફિયાન સલીમ પટેલ ઉમર વર્ષ 25 હાલ રહે. કોસાડ આવાસ H/2 વિભાગ નંબર A/1 ફ્લેટ નંબર 113 અમરોલી સુરત મૂળ રહે. ઓછણ વાટા ફળિયું વાગરા ભરુચ, (2) જાવેદ આદમ બગસ ઉંમર વર્ષ 36 રહે ઓછણ વાટા ફળિયું તાલુકો વાગરા જીલ્લો (3) ભરૂચ રિયાઝ મુસ્તાક પટેલ ઉંમર વર્ષ 24 રહે. ઓછણ ગામ વાટા ફળિયુ તાલુકો વાગરા જીલ્લો ભરૂચ આમ ત્રણેય આરોપીઓને એલસીબી પોલીસે બાઈક ચોરીનો સામાન વેચાણ કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હોય જુદાજુદા સુરતના વિસ્તારોમાંથી કરેલી બાઈક ચોરીમાંથી આરોપીઓ દ્વારા ત્રણ મોટરસાયકલ પોતાની પાસે રાખેલ હોય અને અન્ય મોટરસાયકલ તથા અન્ય સ્પેરપાર્ટ અલગ કરી જુદા જુદા સ્થળો પર વેચી કાઢ્યા હોય જેમાં સ્પેલેન્ડર મોટરસાયકલ નંબર GJ- 05- SD- 3799 કિંમત રૂપિયા 50,000 સિલ્વર કલર એકટીવા નંબર GJ-05-SU-1047 તથા અન્ય કુલ ત્રણ બાઈક અને જુદો જુદો તેના સ્પેરપાર્ટ છુટ્ટા એન્જિન બાઈકનું સાઇલેન્સર પેટ્રોલની ટાંકી સહિતનો મુદ્દા માલ ભરૂચ એલસીબી પોલીસે કબજે લઈ કુલ રૂપિયા 1,97,000-/ નો સામાન જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય નાગરિક ન્યાય સંહિતા વર્ષ 2023 ની સંલગ્ન અલગ અલગ કલમ મુજબ કાર્યવાહી કરી આગળ વધુ તપાસ અર્થે વાગરા પોલીસને કે સોંપી આપેલ છે.


Share

Related posts

નર્મદા જિલ્લાનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધન્વંતરી રથ થકી કન્ટેનમેન્ટ તથા બફરઝોન સહિત અન્ય વિસ્તારોમાં એન્ટીજન રેપીડ અને RTPCR ટેસ્ટની થઇ રહેલી સઘન કામગીરી.

ProudOfGujarat

ગોધરા ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગેસ ગળતરના કારણે ભારે નાશભાગ મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!