ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જનજાગૃતિ અને દેશના વિકાસ માટે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ
ભરૂચની જાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા દેશવ્યાપી અભિયાન હર ઘર તિરંગાને વેગ આપવા માટે શાળાના મેનેજિંગ ડિરેક્ટરે શહેરના સામાજિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં 5,000 રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે સમગ્ર દેશમાં હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દેશપ્રેમ માટે સર્વે લોકો પોતાના ઘર , ઓફિસ, દુકાન સહિતના સ્થળો પર દેશની આન,બાન અને શાનશમા તિરંગાને લહેરાવવાની કામગીરી કરવાની છે, ઝાડેશ્વર ખાતે આવેલી આત્મીય ગ્રીન સ્કૂલમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવા માટે અને જનજાગૃતિ દ્વારા દેશના વિકાસમાં સહયોગી થવાના આશયથી શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાછડીયાએ 5,000 થી વધુ તિરંગાઓનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો , આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભરૂચના ડી.ઇ.ઓ. સ્વાતિ રાઉલ, શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડીયા , આત્મીય ગ્રીન સ્કૂલનો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી સર્વેને તિરંગાનું વિતરણ કર્યું હતું.