પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર રજવાડી હોટલના મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જીની ટીમ
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા બાબતે ચેકિંગ કામગીરી હાથ ધરતા રજવાડી હોટલના મેનેજરની એસ.ઓ.જી ની ટીમે ધરપકડ કરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જેના ભાગરૂપે એસ.ઓ.જી પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ ની પથિક સોફ્ટવેર અંતર્ગત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય આ ચેકિંગ કામગીરી દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય જેનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોય આ ચેકિંગ કામગીરી દરમિયાન અંકલેશ્વરમાં આવેલ રજવાડી હોટલમાં પથિક સોફ્ટવેરની કામગીરીની તપાસ કરતા સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું નહોતું આઇડી પાસવર્ડ પણ બનાવવામાં નહોતા આથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ સબંધ રજવાડી હોટલના મેનેજર ભરત વીરજીભાઈ ગોધાસરા ઉંમર વર્ષ 49 રહે. બી 204 સૂર્ય પેલેસ એપાર્ટમેન્ટ 500 ક્વાર્ટર પાસે અંકલેશ્વર જીઆઇડીસીની એસ.ઓ.જી પોલીસે ધરપકડ કરી તેઓના ગેસ્ટ હાઉસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી રાખનાર હોટલ ગેસ્ટ હાઉસના માલિકોને એસ.ઓ.જી ની ટીમ એ પથિક સોફ્ટવેર નું ઇન્સ્ટોલેશન કરેલ નહિ હોય તેની સમક્ષ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ એસોજી, પી.આઈ. જણાવ્યું છે.