Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગાયાત્રા યોજાઈ

Share

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગાયાત્રા યોજાઈ

દેશ વ્યાપી અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે , જે અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ તાલુકા મથકોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન યોજાઈ રહ્યું છે, જે અનુસંધાને માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી બોહળા પ્રમાણમાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Advertisement

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા યોજાઈ હતી, હર ઘર તિરંગા અંતર્ગત અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી સહિતના રાજકીય આગેવાનો, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ, જીઆરડી, ગ્રામજનો બહોળા પ્રમાણમાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સમગ્ર ઝંખવાવ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું, ડીજેના સથવારે સમગ્ર ગામમાં દેશભક્તિના ગીતો ચોમેર ગવાયા હતા તો સમગ્ર યાત્રા દરમિયાન વંદે માતરમ , ભારત માતાકી જયના સર્વે તિરંગાયાત્રીઓએ નારા લગાવ્યા હતા, સમગ્ર ગામમાં ભારત માતાકી જયના ઘોષ ગુંજી ઉઠ્યા હતા, આ તિરંગા યાત્રા ઝંખવાવની સરકારી પ્રાથમિક શાળાથી શરૂ કરી ગામના રાજમાર્ગો પર ફરી મુખ્ય બજાર સુધી પહોંચી હતી.


Share

Related posts

કોંગ્રેસની “પરિવર્તન સંકલ્પ યાત્રા” નો જંબુસર ખાતેથી પ્રારંભ, ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમેરિકાથી લાયલ સ્ટાબના નેતૃત્વમાં અમેરીકાના નાગરિકોએ મુલાકાત લીધી

ProudOfGujarat

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!