બે માળ સિઝ કરાતા ભરૂચમાં સનસનાટી…
ભરૂચમાં ગે.કા બાંધકામોની ભરમાર છે તેવામાં બૌડાએ આવા બાંધકામો સામે લાલ આંખ કરતા બિલ્ડરો તેમજ ગે.કા બાંધકામ કરનારઓમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ અર્થોરીટી બૌડાના નાયબ મામલતદાર પ્રણવ પુરોહિત ના જણાવ્યા અનુસાર સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટનાં ખાચામાં આવેલ એપલ હોટલ દ્વારા વગર પરવાનગીએ બે માળ બાંધવાની શરૂઆત કરી હતી જેના અનુસંધાને બૌડા તંત્ર દ્વારા કાયદા અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતા એપલ હોટલના કર્તાહર્તાઓએ બાંધકામ ન અટકાવતા છેવટે બૌડા તંત્ર એક્શનમાં આવી કાયદાની રુવે એપલ હોટલનાં બે માળ સિલ કરી દીધા હતા.
Advertisement