Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

Share

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળાના વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. તાલુકામાંથી પસાર થતાં મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગોની મધ્યમાંથી રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા હતા જેથી રેલવેને કોઈ જાતની અગવડના પડે તેમજ વાહન ચાલકો આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે પરંતુ એનાથી ઉલટું આ ગરનાળાઓના વિના આયોજન રેલવે ગરનાળાનું બાંધકામ કરતા પાણીનો યોગ્ય નિકાલ ના થતા ચોમાસા દરમિયાન અંકલેશ્વર થી રાજપીપળા સુધી અનેક રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહે છે જેના કારણે અપડાઉન કરતા વિધ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ અન્ય ગામોએ જતા આવતા ગ્રામજનો ખેડૂતોને વારંવાર હાલાકી પડી રહી છે ગરનાળાઓમાં પાણી ભરવાના કારણે અન્ય રસ્તા ઉપર થઈ જવું પડી રહ્યું છે જે લોકો માટે ઇંધણ તેમજ સમયનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં રેલવે તંત્ર આ બાબતે કોઈ પણ કામગીરી કરાવતું નથી હોતું તેવું લોકોનું કેહવું છે રેલવે તંત્રના પગપાળા લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉમલ્લા નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામિણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યામંદિરના શાળાના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાયા હતા, આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે,આ કંપનીમાં શાળા આવેલ હોઇ જેમાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેનરોડ પર પોતાના વાહન મૂકી અર્ધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા મજબુર બન્યા છે. ગરનાળા મા પાણી ભરાવાના કારણે બાળકોના જીવને જોખમ ન ઉભુ થાય માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવું પડે છે, ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે કેટલાક વાલીઓ જીવના જોખમે બાળકોને ગળનાળામાંથી પસાર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. સ્કૂલના સત્તાધીશો પણ આ બાબત કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગરનાળામાંથી ચોમાસા દરમિયાન પાણીનો કાયમી નિકાલ થઈ જાય અને ગરનાળામાં પાણી ભરાઇ ના રહે તે માટે રેલવે સત્તાવાળાઓ તાકીદે યોગ્ય પાણીનો નિકાલ કરવા આગળ આવે તેવી લોક માંગ પ્રજામા ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં દેશી ગાય માટે નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતીની કીટ સહાય માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે, ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં જરૂરી પુરાવાઓ સાથે અરજીની નકલ જમા કરાવવી.

ProudOfGujarat

અમદાવાદ-ગોમતિપુર વિસ્તારમાં વરસાદના કારણે મેટ્રો ટનલ રૂટની આસપાસની જમીન બેસી ગઇ…

ProudOfGujarat

હાંસોટ રોડ ઉપર થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!