Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આંક ફરકનો જુગાર રમાડતા એક શખ્સની અટકાયત કરતી વાલીયા પોલીસ

Share

આંક ફરકનો જુગાર રમાડતા એક શખ્સની અટકાયત કરતી વાલીયા પોલીસ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ – જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે તેમજ જુગારની પ્રોહીબિટેડ પ્રવૃત્તિના કેસ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને વાલિયામાં પોલીસે રેડ પડી આંક ફરકનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પોલીસ જિલ્લા અધિક્ષક મયુર ચાવડા દ્વારા સમગ્ર જિલ્લામાં ચાલતી દારૂ- જુગારને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સતત વોચ રાખવા સૂચના આપવામાં આવેલ હોય, જેના ભાગરૂપે અંકલેશ્વર વિસ્તાર નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ વાલીયા પોલીસ મથકના પી.આઇ. એમ.બી. તોમર દ્વારા સૂચના આપતા અલગ અલગ ટીમ બનાવી વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીટેડ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે કેસ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હોય જે દરમિયાન બાતમી મળેલ કે વટારીયા ગામે વચલા ફળિયામાં એક સખ્શ આંખ ફરકના આંકડા લખી જુગાર રમી રમાડે છે, જે બાતમી અને વર્ણનના આધારે વાલીયા પોલીસે બનાવ સ્થળે જઈ રેડ પાડતા આરોપી પ્રકાશ ચતુરભાઈ વસાવા ઉમર વર્ષ 42 રહે. વટારીયા વચલુ ફળિયું તાલુકો વાલીયા જીલ્લો ભરૂચને આંક ફરક ના આંકડા લખેલ રંગે હાથે પોલીસે ઝડપી પાડ્યો હોય , જેની તલાશી લેતા આંક ફરકના આંકડા લખેલ એક ફાઈલ પેન આંક ફરકના આંકડા હિસાબના પર્સમાંથી મળી આવેલ, અંગ જડતી કરતા રોકડ રકમ રૂપિયા 2,158 અને દાવ પરના રૂપિયા 11,085 સહિત કુલ રૂપિયા 13,270 ના મુદ્દા માલ સાથે વાલીયા પોલીસે જાહેરમાં જુગાર રમી રમાડતા શખ્સની અટકાયત કરી જુગાર ધારાની કલમ 12 (અ)મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ……

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તલાટી કમમંત્રી ચેમ્બરનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીનાં ઉપ સરપંચ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!