દેશવ્યાપી અભિયાન હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ
ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ ખાતે દેશવ્યાપી અભિયાન હરઘર તિરંગાને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલના ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડીયાના નેતૃત્વમાં શાળાના બાળકોને તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
ભરૂચના ઝાડેશ્વરમાં આવેલી આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ પ્રેમની ભાવનાને વ્યક્ત કરતો કાર્યક્રમ હર ઘર તિરંગાને વેગ આપવા માટે આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડીયા દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તા. 14/ 8/ 2024 સવારે 9:15 થી શરૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શિક્ષણ અધિકારી , ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને શાળાના મેનેજીંગ ડાયરેક્ટર સહિતના સામાજિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે , દેશના સ્વાતંત્ર્ય પર્વને ઉજવવા માટે જનજાગૃતિના ભાગરૂપે શરૂ થયેલ હર ઘર તિરંગા યાત્રામાં બહોળા પ્રમાણમાં ભરૂચના નગરવાસીઓ જોડાઈ અને દેશપ્રેમની ભાવના વિદ્યાર્થીઓમાં અંકુરિત થાય તેવા હેતુ સાથે આવતીકાલે સવારે આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે 5,000 થી વધુ નિ:શુલ્ક તિરંગાનું વિતરણ કરવામાં આવનાર છે.