ભરૂચ નગરપાલિકા તથા પોલીસ વિભાગના સયુંક્ત ઉપક્રમે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વાહન ચાલકો દ્વારા પોતાનું વાહન આડેધડ જ્યાં ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે. જે તે શોપિંગ સેન્ટર પાસે વાહનો મુકવા માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના અભાવે લોકો નો પાર્કિંગ ઝોન હોવા છતાં પણ પોતાનું વાહન પાર્ક કરે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ સ્ટેશન સર્કલ નજીક સ્ટેશન ચોકીની બહાર તેમજ આજુબાજુના શોપિંગ સેન્ટર ખાતે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ ટુ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકાના રોડું-બરોડું ઉપડવાના વાહનમાં લગભગ 40થી વધું ટુ વ્હીલર વાહનો ડિટેન કરી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ ચોકી ખાતે મુકવામાં આવ્યા હતા. ડિટેન કરેલ તમામ વાહનોને પોતાના વાહન માલિકો દ્વારા ભરૂચ આર.ટી.ઓ. કચેરી ખાતે દંડ ભર્યા બાદ એ’ ડિવિઝન પોલીસ ચોકીએથી મેળવવાનું રહેશે.
સમગ્ર ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, ભરૂચ પોલીસ સહિત ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનોએ પોતાનો સહયોગ આપ્યો હતો.