Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ખાનગી કંપનીના કર્મચારીના ઘરને નિશાન બનાવતા તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા

Share

અંકલેશ્વરમાં ખાનગી કંપનીના કર્મચારીના ઘરને નિશાન બનાવતા તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા

અંકલેશ્વરમાં રહેતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મહારાષ્ટ્રના વતની પોતાના સંબંધીના ઘેર વડોદરા ખાતે ખબર પૂછવા ગયા હતા તે સમય દરમ્યાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી આશરે રૂપિયા 5.50 લાખથી વધુની ચોરી કરી ગયાની ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના અક્ષર આઇકોન પ્
રેસિડેન્સી વિસ્તારમાં રહેતા જ્યોતિ ભૂષણ સિંહ વ્રજભૂષણ સિંહ ઉંમર વર્ષ 52 ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય મૂળ વતન મહારાષ્ટ્ર ભીમનગર, તારાપુર રોડ પાલઘર મહારાષ્ટ્રના જેવો પોતાના નોકરી વ્યવસાય અર્થે અંકલેશ્વરમાં પોતાના પત્ની અને ભત્રીજા સાથે વસવાટ કરતા હોય તાજેતરમાં તા. 10/8/24 ના રોજ તેઓ વડોદરા ખાતે પોતાના સંબંધીના ઘેર ખબર પૂછવા ગયેલા હોય તે સમયે રાત્રિના સમયે ત્યાં રોકાણ કરીલ . રાત્રીમાં અજાણ્યા શકશો તેમના ઘરમાં ઘૂસી સોના- ચાંદીના જુદા જુદા ઘરેણાઓ મંગળસૂત્ર, કંગન, ઝુમકા, પેન્ડલ અંગૂઠી, બાલી, સહિતની વસ્તુઓ ચોરી ગયા ની ફરિયાદ તેમણે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ છે જુદા જુદા સોના ચાંદીના દાગીનાની કિંમત રૂપિયા 5.59.113 તથા રોકડ રકમ 50,000 સહિત 5.59.113 ની ચોર તસ્કરો આવી રાત્રિના સમયે તેમના ઘરને નિશાન બનાવી ચોરી ગયા હોય તેવી ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી એ નોંધાવેલ છે જેની તપાસ પોલીસ ચલાવી રહી છે


Share

Related posts

રાજપારડી : પ્રાંકડ ગામના ૨૨ યુવકો ૫ દિવસના બાઇક પ્રવાસે નિકળતા ગ્રામજનો દ્વારા વિદાય આપવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!