*ભરૂચના વાલિયાના ગુંદીયા થી જતા 2લાખથી વધુ ના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ*
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાલીયા તાલુકાના ગુંદીયા ગામ થી સેવડ ગામ જતા રોડ પરથી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂ.2 લાખથી વધુના જથ્થા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો છે.
આ બનાવની એલસીબી પોલીસે આપેલી વિગતો અનુસાર પોલીસ અધિક્ષક તથા પી.આઇ. એમ.પી. વાડાના માર્ગદર્શન મુજબ ભરૂચમાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા , તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પો.સ.ઈ. ડી. એ. તુવરને બાતમી મળેલ કે વાલિયા પોલીસ સ્ટેશન વિભાગમાં વિદેશી દારૂ ભરેલ ગાડી ગુંદીયા ગામ થી સેવડ ગામ જતા એક માર્ગીય રોડ પરથી પસાર થનાર છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા સેવડ ગામ જતા રોડ પર વોચ ગોઠવવામાં આવી હોય, જે વોચ તપાસ દરમિયાન બાતમી વાળી કાર ગુંદીયા ગામ થી સેવડ તરફ જતા એક માર્ગીય રોડ પર આવતા તેની તલાસી લેતા eeco ગાડી નંબર GJ- 06- BT- 0405 માં જેમાં દારૂના બોક્સ તથા પ્લાસ્ટિકની થેલીઓ મળી આવેલ હોય દારૂ બિયરના ટીન મળી કુલ નંગ 513 કિંમત રૂપિયા 51,300 ના મુદ્દા માલ સાથે વિશાલ અજીત વસાવા રહે. ગુંદીયા હાઇસ્કુલ ફળિયુ તા. વાલીયા જી.ભરૂચ ને ઝડપી લઇ તેની આકરી ઢબે પૂછપરછ કરતા પોલીસ સમક્ષ તેણે આ પ્રોહિબિટેડ દારૂનો જથ્થો એના ગામના કિરણ વસાવા અને ફોકડીયા ગામેથી ભુપેન્દ્ર ઉર્ફે ભેપા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી, એલસીબી પોલીસે કારચાલક વિશાલ અજીત વસાવાની અટકાયત કરી કિરણ લવજી વસાવા રહે. ગુંદીયા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ તથા ભુપેન્દ્ર ઉર્ફે રહે ફૂંપડીયા ને વોન્ટેડ જાહેર કરી, વિદેશી દારૂની બોટલ બીયરના ટીન મળી કુલ નંગ 513 કિંમત રૂપિયા ૫૧૩૦૦ મારુતિ ઇકો ગાડી નંબર GJ-06-BT0405 કિંમત રૂપિયા 2 લાખ, આરોપીની અંગજડતીમાંથી મળેલ મોબાઈલ નંગ એક કિંમત ₹500 એલસીબી પોલીસે કુલ રૂપિયા 2,51,800 નો મુદ્દા માલ કબજે લઈ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરેલ છે.