મોસાલી પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજાઇ.
વાંકલ:: માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાય હતી. જે મોસાલી બજારમાં થઈ,મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી થઈ પોલીસ સ્ટેશન થઈ પ્રાથમિક શાળાએ પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં મોસાલી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્ય,ચૂંટાયેલા હોદ્દેદારો, બીજેપી સંગઠનના હોદ્દેદારો, માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, મોસાલી પ્રાથમિક શાળાના બાળકો, સ્ટાફ,સરકારી માધ્યમિક શાળા મોસાલીના બાળકો, સ્ટાફ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
Advertisement