Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઉજવણીનો અનોખો લોક-ઉત્સવ વન મહોત્સવ

Share

ઉજવણીનો અનોખો લોક-ઉત્સવ વન મહોત્સવ

જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ૭૫માં વન મહોત્સવની ઉજવણીમાન. રાજયકક્ષાના વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે કરાઈ

Advertisement

જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મંત્રીશ્રીના હરસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

ભરૂચ- સોમવાર જે.પી.આર્ટસ અને સાયન્સ કોલેજ ભરૂચ ખાતે ૭પમાં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણીમાન. રાજયકક્ષાના મંત્રી વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, ગુજરાત મંત્રીશ્રી મુકેશભાઈ અધ્યક્ષપદે કરવામાં આવી હતી.

સ્વાગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષક શ્રીમતી ઉર્વશી પ્રજાપતીએ કાર્યક્રમની રૂપરેખા આપીને વન મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું તુલસીના રોપાઓથી સ્વાગત કરાયું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

મંત્રીશ્રી મુકેશભાઈએ કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે વન મહોત્સવ આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ પણ આ ઉત્સવને લોક ઉત્સવ બનાવવાનું અને ગામે-ગામ સુધી પહોંચાડવાનું કામ સાચા અર્થમાં દેશના વડાપ્રધાનશ્રીએ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું ‘એક પેડ માં કે નામ’ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું.

સામાન્ય દીવાસળીની લઈ ઘરના નિર્માણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી થતા લાકડાનું મહત્વ સમજાવી પોતાના ઘરની આજુબાજુની કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા સ્થાનિક તંત્રને હિમાયત કરી હતી.’એક પેડ માં કે નામ’ અભિયાનમાં આપણે સૌએ જોડાઈને જનની સાથેની આત્મિયતાને જાળવવા અને એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જ જોઈએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

૭૫માં વનમહોત્સવમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે ૮ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ વન વિભાગ, શાળાઓ અને સામાન્સ નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે.

અંતે, રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાના ઉત્સવ વન મહોત્સવમાં સહભાગી થઇ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા તેમણે હાંકલ કરી હતી.

આ પ્રસંગે, અગ્ર મુખ્ય વન સંરક્ષક નાણાકીય વ્યવસ્થાપન ગુજરાત રાજ્ય ગાંધીનગર એન.શ્રીવાસ્તવ પ્રાસંગિંગ ઉદબોદન આપતા કહ્યું કે, કલાઈમેટના પડકારો સામે વૃક્ષનો ઉછેર ખૂબ મહત્વનું સાબિત થનાર છે ત્યારે આ પડકારોને પહોંચી વળવા વધુ ને વધુ વૃક્ષો વાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં ઉપસ્થિતોને “એક પેડ માં નામ” અંતર્ગત વૃક્ષ ઉછેરવાની હાંકલ કરી હતી. આદિવાસી સમાજમાં જન્મ થી લગ્ન અને છેક મરણ પ્રસંગને સુધી વૃક્ષો સાથે સંકળાયેલા છે. એટલે જ જળ, જમીન અને જંગલના રખેવાળની ઉપાધિ મળી છે ત્યારે સમૃદ્ધ રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારત બનાવવા રાષ્ટ્રની ઉન્નતિ માટે આપણે સૌએ પર્યાવરણની જાળવણી કરવી આપણી પવિત્ર ફરજ છે. છોડમાં વસે રણછોડની ઉક્તિને સાર્થક બનાવવા વૃક્ષ ઉછેરવાની હાંકલ કરી હતી.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને રાજયકક્ષાના વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ્ર તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે, ભરૂચ જિલ્લા સાંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી આરતી પટેલ ધારાસભ્ય સર્વશ્રી, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહરાણા; અગ્ર મુખ્ય વન સંરક્ષક, નાંણાકીય વ્યવસ્થાપન ગુજરાત રાજ્ય ગાંધીનગર વરિષ્ઠ અધિકારીશ્રી એન. શ્રીવાસ્તવ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર ધાધલ નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ તેમજ ખેડૂતો, એનજીઓ અને એફપીઓનાં સભાસદો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Related posts

જંબુસર તાલુકાના વેડચ ગામે ગાયે એક વ્યક્તિને શિંગડા મારતા કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ProudOfGujarat

નવસારી રેલ્વે સ્ટેશન પરથી મહિલાના દાગીના અને મોબાઈલ ભરેલ પર્સની ચોરી કરનાર બે ને પશ્ચિમ રેલ્વે આર.આર.સેલ પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!