ભાડભૂત બૈરેજ ડાબાકાંઠા પૂરના અસરગ્રસ્તો ને વર્ષ 2024 મુજબ વળતર ન ચુકવાતા કલેક્ટર સમક્ષ આવેદન
અંકલેશ્વરમાં ભાડભૂત બૈરેજ યોજનામાં ગંગાસ્વરૂપ (વિધવા) બહેનોની સંપાદિત થતી જમીનોમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂત સમન્વય સમિતિના આગેવાનોને સાથે રાખી ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે ભાડભૂત બૈરેજ ડાબાકાંઠા સંરક્ષણ યોજનામાં અમારે જમીનો સંપાદિત થતી હોય અમે જાત મહેનતથી જમીનોમાં શાકભાજીનું વાવેતર કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ અમારી આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છે, અમારા પરિવારમાં પારિવારિક જવાબદારીઓ ઉઠાવવા માટે પણ કોઈ ના હોય અમારી જમીનનું વળતર છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા કોઈપણ કારણ વગર જાહેરનામાની મુદત લંબાવી અમોને આ સંપાદિત થતી જમીન બદલ કેટલું વળતર પ્રાપ્ત થશે તેની કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવેલ નથી , તથા અસરગ્રસ્ત વિસ્તારના અન્ય ખેડૂતો પણ સંપાદિત થતી જમીનના ભાવ બાબતે અનેક વખત હેરાન પરેશાન થતા હોય છે વહીવટી તંત્ર દ્વારા આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો અને અસરગ્રસ્ત ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે ભાડભૂત
બૈરેજ યોજના વર્ષ 2024 માં જે જમીન સંપાદિત થનાર છે તેની જંત્રી ની કિંમત વર્ષ 2021 મુજબની આપવામાં આવે છે જે યોગ્ય નથી જો આ પ્રકારની બાબતો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે તો ગંગાસ્વરૂપ બહેનો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે, આથી હાલ ભાડભૂત બૈરેજ ડાબાકાંઠા સંરક્ષણ યોજનામાં જમીન સંપાદિત થતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેમના દ્વારા વર્ષ 2011 મુજબની જંત્રી ધ્યાનમાં રાખીને જે વળતર ચૂકવવામાં આવનાર હોય તે યોગ્ય નથી. તેમ ખેડૂત સમન્વય સમિતિના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે.