Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

Share

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

અંકલેશ્વરના નાંગલ ગામમાં ઘણા લાંબા સમયથી પ્રાથમિક શાળાનું ઇમારત જર્જરીત હોવાના કારણે વિદ્યાર્થીઓને પંચાયત ભવનમાં અભ્યાસ કરવો પડે છે, શાળાનું પોતાનું ઇમારત હોવા છતાં વિદ્યાર્થીઓ પંચાયત ભવનમાં ભણતર મેળવે છે આ ગામના રહેવાસીઓની માંગ છે કે તાત્કાલિક અસરથી પ્રાથમિક શાળાનું જર્જરીત ઈમારત છે તેની જગ્યાએ પ્રાથમિક શાળાને નવું ઈમારત બનાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓને વાલીઓ શાંતિપૂર્વક બાળકોને અભ્યાસ અર્થે મોકલી શકે છે.

Advertisement

અંકલેશ્વરના નાંગલ ગામ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાનું ઇમારત અત્યંત જર્જરીત હોવાના કારણે પંચાયત ભવનમાં અભ્યાસ લઈ રહ્યા છે આ બાબતે આ ગામના રહેવાસીઓએ મીડિયા સમક્ષ અહેવાલો આપતા જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળા છે પરંતુ વિદ્યાર્થીઓને પંચાયત ભવનમાં બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે કારણ કે અંકલેશ્વરના નાંગલ ગામમાં પ્રાથમિક શાળાના ઇમારતને 100 થી વધુ વર્ષો વીતીચૂક્યા હોય આઈ મારા પાછળના ભાગે લાકડાઓ પડી જવાના કારણે શાળાના શિક્ષકો બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને સરપંચ દ્વારા પંચાયત ભવન એમના માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ તેને ઘણો લાંબો સમય થઈ ચૂક્યો છે પંચાયત ભવનમાં અભ્યાસ વિદ્યાર્થીઓને ટૂંકા ગાળા પૂરતો કરવાનો હતો. ત્યારબાદ નવા બિલ્ડીંગની મંજૂરી મેળવી પ્રાથમિક શાળાનું જર્જરીત ઈમારતને નવા બાંધકામની આવશ્યકતા હોય પરંતુ અનેક વખત વાલીઓ વિદ્યાર્થીઓ આ ગામના રહેવાસીઓએ રજૂઆત કરવા છતાં પ્રાથમિક શાળાનું બાંધકામ ટેન્ડર પ્રક્રિયા હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં અનેક ગુંચવણો ઊભી થતા હાલ આ પ્રાથમિક શાળાનું બાંધકામ અને અટકી પડેલ હોય ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ પંચાયત ભવનમાં અભ્યાસ મેળવી રહ્યા છે તાત્કાલિક અસરથી બાળકોને તેમની શાળામાં જ શિક્ષણ મળી રહે તે હેતુથી ભણતરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્રાથમિક શાળાના જજચરિત ઇમારતને સમારકામ કરવું જોઈએ અથવા નવું બાંધકામ કરવા માટેની માંગ નાંગલ ગામના પ્રબુદ્ધ નાગરિકોએ સરકાર સમક્ષ કરી છે.


Share

Related posts

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મિથેનોલના વેપારીઓ સાથે બેઠક યોજાઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!