માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.
વાંકલ :: માંગરોળ તાલુકાના વાંકલ ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે. આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી. ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે સ્ત્રી ઓ ને ભોજન ના બનાવવાનું હોવાથી ફળિયાની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ શીતળા માતાની કથા, વાર્તાઓનું પઠન કરે છે.
Advertisement