પાલેજ પોલીસે સાત માસથી ગુમ થયેલા માતા તેમજ ત્રણ પુત્રીઓને ઉત્તર પ્રદેશથી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું…
ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા દેસાઇ તેમજ સ્ટાફ દ્વારા છેલ્લા સાત માસથી ગુમ થયેલા કરજણ તાલુકાના બચાર ગામના માતા તેમજ ત્રણ પુત્રીઓને ઉત્તર પ્રદેશથી શોધી કાઢી તેઓના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુમ જાણવા જોગ નં.૦૧/૨૦૨૪થી વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના બચાર ગામના ઝરીનાબેન મુરતાક કરીમ ચૌહાણ તથા તેની ત્રણ બાળકીઓ (૧) મોઈના ઉ.વ.૧૨ (ર) માહેરા ઉ.વ. ૭ (૩) મુનેરા ઉ.વ.૫ ચારેય રહેવાસી – બચાર, તા.કરજણ જી.વડોદરા ગુમ થયા અંગેની જાહેરાત નોંધવામાં આવી હતી.
ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ભરૂચના માર્ગદર્શન અધારે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા દેસાઇએ બનાવની ગંભીરતા ધ્યાને લઇ માતા તથા બાળકીઓને શોધી કાઢવાના સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ગુમ થયેલા માતા તથા બાળકીઓ ઉત્તરપ્રદેશના સીતાપુર જીલ્લામાં હોવાનું જાણવા મળ્યું હતું. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સબ ઇન્સ્પેક્ટર એસ. બી. સૈદાણે તથા પો.કો. નટવરભાઇ મગનભાઇએ ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાંથી ગુમ થયેલા માતા તથા બાળકીઓને શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું…
:- યાકુબ પટેલ..પાલેજ…