જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની જામદુધઈ તાલુકા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો
જામનગરના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ દ્વારા જોડીયા તાલુકાના પીઠડ પી.એચ.સી. હેઠળ આવેલા જામદુધઈ ગામની તાલુકા શાળામાં વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુથી થતા નુકસાન વિશે અને આરોગ્યલક્ષી સાર-સંભાળ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Advertisement
તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 અન્વયે કાયદાકીય જાગૃતિ અને વ્યસનમુક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઈનામ વિતરણ અને આઈ.ઈ.સી. એક્ટિવિટીનું આયોજન કરાયેલ. તેમજ શાળાને TOFEI “tobacco free education institutions” કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.