ભરૂચ જિલ્લામાં ગૌવંશના કતલના ઇરાદે પરિવહન કરાતા બે વાછરડાને છોડાવી એકની અટકાયત કરતી રાજપારડી પોલીસ
ભરૂચમાં પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ બનાવ ન બને તે માટે જિલ્લાના પોલીસ મથકોમાં જરૂરી તકેદારી રાખવા અને ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને રાજપારડી પોલીસે બાતમીના આધારે રાજપારડીથી તરસાલી જતા ટેમ્પોમાંથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતા વાછરડા છોડાવી લઈ 1 શખ્સને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજ પારડી પોલીસ સ્ટેશનમાં અ.હે.કો. મહેન્દ્રભાઈ ભૂલાભાઈ ને બાતમી મળેલ કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પો બે વાછરડાને કતલ કરવાના ઇરાદે તરસાલી ગામે ભરીને લઈ જનાર છે જે ચોક્કસ બાતમીના આધારે રાજપારડી થી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વોચ તપાસ કરતા તે દરમિયાન બાતમી અને હકીકતવાળો અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો નંબર GJ- 16-AZ – 1008. ત્યાંથી પસાર થતાં રાજપારડી પોલીસે તેને રોકી લઇ તલાસી લેતા ટેમ્પોમાં ગાયના બે વાછરડા અત્યંત કુર્તાપૂર્વક દોરી વડે બાંધવામાં આવ્યા હતા જેમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હતી આથી પોલીસે વાછરડા , ટેમ્પો ચાલક ઇમરાન સિકંદર શાહ હુસેન શાહ દિવાન ઉંમર વર્ષ 25 રહે નવી દિવાન ફળિયુ તાલુકો ઝઘડિયા જીલ્લો ભરૂચ ને ઝડપી લઇ બે વાછરડા એક વાછરડાની કિંમત રૂપિયા 2500 લેખે બે વાછરડાના રૂપિયા 5000 તથા અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો નંબર gj 16 az 3730 કિંમત રૂપિયા 3 લાખ તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિતનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ડ્રાઇવર ઇમરાન સિકંદર શાહ ની ધરપકડ કરી પોલીસે પશુ ઘાતકીપણાનો કાયદો 1960 કલમ 11 (1)ડી એફ તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 ની કલમ 6 એ 8410 મુજબનો ગુનો રાજપારડી પોલીસે નોંધી વોન્ટેડ આરોપી તજમુર ઝાકીર મલેક અલ્ફાજ હસન મલેક રહે અશરફનગર નવી તરસાલી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.