અંકલેશ્વરના સુરવાડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સુરવાડી ગામે એક દુકાનની સામે બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર ગંજી પત્તા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દારૂ જુગારની ચાલતી બેફામ પ્રવૃત્તિઓને અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે સુરવાડી ગામે મોરબી ટાઇલ્સ દુકાનની સામે બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પાથરણું પાથરી ગેરકાયદેસર ગંજી પત્તા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય આ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડતા (1)સુનિલભાઈ લાલ વસાવા ઉંમર વર્ષ 27 રહે. સુરવાડી આદિવાસી ફળિયુ તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ, (2) સચિન સોમાભાઈ વસાવા ઉંમર વર્ષ 23 રહે સુરવાડી ગામ ભાથીજી મંદિર ફળિયુ અંકલેશ્વર જિલ્લો ભરૂચ, (3) ઉદય કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 19 રહે. સુરવાડી સ્કૂલ ફળિયુ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને ઝડપી લઇ પોલીસે અંગ જડતી તથા દાવ પરના રૂપિયા મળી કુલ 2,780 તેમજ જુગારના સાધનો પત્તા પાના પાથરણું વગેરે કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.