Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના વાલિયા ખાતેથી ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

ભરૂચના વાલિયા ખાતેથી ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

ભરૂચ જિલ્લાના વાલીયા પોલીસે વાગલખોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને બાતમીના આધારે ઝડપી લઇ રૂપિયા ૮૦ હજારથી વધુ નો મુદ્દામાલ કબજે લઈ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ દારૂ જુગાર પર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા તથા ભરૂચના ઝઘડીયા તથા વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે વાગલખોડ ગામે ટાંકી ફળિયા વિસ્તારમાં રહેતા અતુલ રણજીત વસાવા જેણે પોતાના ખેતરમાં સીમમાં તથા આસપાસના વિસ્તારમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા ટાંકી ફળિયા ખાતે અતુલ વસાવા ના ઘરની આસપાસ થી વાડાના ભાગમાં તેમજ આજુબાજુમાં તલાસી લેતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂની નાની – મોટી બોટલો તથા બિયરના ટીન નંગ 615 કિંમત રૂ. 81,600 નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ પોલીસ રેડ દરમિયાન અતુલ વસાવા બનાવ સ્થળ પર હાજરના હોય આથી વોન્ટેડ આરોપી અતુલ રણજીતભાઈ વસાવા રહે. ટાંકી ફળિયું વાગલખોડ તાલુકો વાલીયા જીલ્લો ભરૂચને ઝડપી પાડવા પોલીસે કામગીરી હાથ ધરેલ છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના સંજાલી થી હરિપુરા પાટિયા વચ્ચે રોંગ સાઈડ આવતા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત…

ProudOfGujarat

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

વડોદરાના સનફાર્મા રોડ પર સ્કૂલ વાનની બ્રેક ફેલ થતાં વરસાદી કાંસમાં ખાબકી, સદનસીબે ડ્રાઈવરનો બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!