ભરૂચના નેત્રંગમાં ગૌચરની જમીન જીઇબી ને સોપતા સરપંચ પર છેતરપિંડી નો આક્ષેપક કરતા ગ્રામજનો
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં થવા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ગૌચર ખરાબાની જમીન રેવન્યુ ખાતાને સોંપી આપવાનો ગ્રામસભામાં ઠરાવ પસાર કરતા સમગ્ર ગ્રામજનોએ લેખિત આવેદનપત્ર રાજ્યપાલને સંબોધીને નેત્રંગ વિસ્તારના ધારાસભ્ય ને પાઠવ્યું હતું.
રાજ્યપાલને સંબોધીને લખાયેલા આ લેખિત આવેદનપત્રમાં ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, થવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હાલમાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળતા વ્યક્તિએ ફૂલવાડી ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સમગ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેતરપિંડી કરી ગ્રામ સભામાં ગૌચરની જમીન રેવન્યુ ખાતાને ગુજરાત વિદ્યુત બોર્ડને સોંપી આપવાનો ઠરાવ પસાર કર્યો છે, જે અયોગ્ય છે ગ્રામ સભામાં હાલમાં ફૂલવાડી તાલુકો નેત્રંગ જીલ્લો ભરૂચ ગામની સીમમાં રેવન્યુ ખરાબ ની ગૌચરની જમીન છે આ જમીનમાં છેતરપિંડી કરવામાં સરપંચ સહિતનાઓ જોડાયેલા છે, જેનો અમો સખત ઉગ્ર વિરોધ કરીએ છીએ ફૂલવાડી ગામમાં જે જમીન ગૌચરની જમીન છે તે જગ્યા પર વર્ષોથી અમારા પશુઓને અમે ચરાવતા આવ્યા છીએ આ ગૌચરની જમીન સિવાય અન્ય કોઈ જમીન આ ગામમાં ઉપલબ્ધ ના હોય આથી થવા ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડને જે જગ્યાની પરવાનગી આપવામાં આવેલ છે તે જમીનની ફાળવણી ગ્રામસભાના ઠરાવમાંથી રદ કરવી જોઈએ, તેવી આ વિસ્તારના રહેવાસીઓએ માંગ કરી છે, ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે જો આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફૂલવાડી ગામના લોકો ગાંધી ચિંધિયા એ માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.