18 નવેમ્બર વિશ્વભરમાં વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજ દિન સુધીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે મીણબત્તી પ્રગટાવી એક મિનિટનું મૌન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Advertisement
આ પ્રસંગે ભરૂચ 108ના ઇ.એમ.ઇ. અશોક મિસ્ત્રી, 108 એમ્બ્યુલન્સ ટીમના કર્મચારીઓ, ભરૂચ ટ્રફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.