પાણેથા ગામ ખાતેથી બાઈક ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ
ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે તથા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા એલસીબી પોલીસને સૂચન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને એલસીબીના પીઆઇ દ્વારા બાતમીના આધારે બાઈક ચોરીનો ભેદ ઉકેલીએ બે આરોપીને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે LCB પોલીસે કવાયત હાથ ધરેલ હોય તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના ના આધારે વણશોધાયેલા ગુન્હાને શોધી કાઢવા માટે એલસીબી પોલીસ પ્રયત્નશીલ હોય , એલસીબી પો.એસ.આઇ. એમ. એમ. રાઠોડ સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી અને હકીકત મળેલ કે બે શખ્સો શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા અને ભૂરા રંગની પટાવાળી હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને પારણા ગામ પાસે ઊભા છે, આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે પારણા ગામની આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બાતમી અને વર્ણનવાળા શખ્શો દેખા દેતા તેઓને બાઈક સાથે ઝડપી લઇ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા પોલીસે (1)કલ્પેશ ઉર્ફે સેવણીયા પ્રતાપ વસાવા ઉમર વર્ષ 25 રહે નવીનગરી જુના રાજુવાડીયા તાલુકો નાંદોદ જીલ્લો નર્મદા. (2) વિનેશ કનૈયાલાલ વસાવા ઉમર વર્ષ 24 રહે કુવા વાળુ જુના રાજુવાળીયા તાલુકો નાંદોદ જીલ્લો ભરૂચ બંને શખ્સોએ પોતાનું નામ સરનામું જણાવી પોલીસ સમક્ષ જણાવેલ કે ગત તા. 5 ના રોજ બાઈક ચોરી કરેલ હોય અને તે બાઈક લઈને આજે પણ અન્ય બાઈક ચોરી કરવા ફરતા હોય મારો મિત્ર દિનેશ વસાવા સાથે મળી મોટરસાયકલ નંબર GJ 22Q 5390 લઈને બપોરના સીમમાં ગામના ખેતરમાંથી એક બાઈકની ચોરી કરેલ જેના મોટરસાયકલ નંબર GJ 16BP 2574 હોય આથી એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી લઇ ₹35,000 ની કિંમતની બાઈક તથા મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા 5000 સહિતનો મુદ્દામાલ કબજે લઈ કુલ રૂપિયા 40,000 નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી ઉંમલ્લા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.