Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના માંડવા ખાતેથી પાસ પરમિટ વગરના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડતી બી ડિવીઝન પોલીસ

Share

અંકલેશ્વરના માંડવા ખાતેથી પાસ પરમિટ વગરના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડતી બી ડિવીઝન પોલીસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બાદમીના આધારે ભારતીય બનાવટનો જુદી જુદી કંપનીનો પાસ પરમિટ વગરના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અન્ય એક વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા પોલીસે પ્રયત્ન હાથ ધર્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવળની જાડી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા થઈ એક શખ્સ બાઈકમાં મીણિયા કોથરામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા, તે સમયે મહેન્દ્ર મંદો જીવણભાઈ વસાવા ઉમર વર્ષ 24, રહે માંડવા ટોલ ટેક્સ ની બાજુમાં આવેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એકટીવા લઈને પસાર થતાં પોલીસે તેની તલાસી લેતા એકટીવા માંથી મીણિયા કોથળા ઉતારી બાવળની ઝાડની વાડમાં ઉતારતો હોય, જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલ હોય જે બોટલો વિશે કોઈપણ પ્રકારનો પાસ પરવાનો ના હોય, આથી પોલીસે ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 28,000 તથા activa ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-16-CQ-9914 કિંમત ₹40,000 સહિત કુલ રૂપિયા 73 હજારના મુદ્દા માલ સાથે મહેન્દ્ર ઉર્ફ મંદો જીવણ વસાવા ની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવા ની શોધખોળ પોલીસે હાથ ધરેલ છે.


Share

Related posts

અરવલ્લી -સ્ટેટ વિજિલન્સ ટીમે અરવલ્લીના PSIની કરી અટકાયત….

ProudOfGujarat

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું: જાણો રાજ્યનો કુલ રસીકરણનો આંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!