ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર બન્યો અકસ્માત થાય તો જવાબદાર કોને ગણવા..
સવાલ એ કે બે દિવસ અગાઉ લક્ઝરી બસના ચાલકે બિસ્માર માર્ગના પગલે રોંગ સાઇડે બસ હંકારી અને અકસ્માત થયો જેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું તો બસ ચાલક ગુનેહગાર પણ માર્ગ અને મકાન વિભાગની શુ કોઈ જવાબદારી નહિ ?
આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા છે.
ભરૂચ જિલ્લા ના ઝધડીયા ના ખડોલી ગામ પાસે થોડા દિવસ પહેલા સવારે ખાનગી કંપની ની એક લક્ઝરી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા ૧૬ લોકોને ઈજાઓ પહોંચી હતી અને એક ઈસમ નું મોત નીપજ્યું હતું .જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં રોંગ સાઇડ માં આવતી લકજરી બસ ના ચાલક સામે ગુનો નોંધાયો હતો.! પરંતુ અહી માર્ગ એટલો બદતર છે કે વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઇડ ઉપર ચાલાવા મજબૂર બન્યા છે.તો જેતે ઇજારદાર તેમજ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ પણ જાણે બે કશુર હોઈ તેમ બિસ્માર માર્ગ બાબતે મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યાં છે સ્થાનિકોનું માનીએતો રોંગ સાઇડે દોડવા વાહન ચાલકોને કોણે મજબુર કર્યા તે વાત જગ જાહેર છે વધુમાં જાણવા મળ્યા મુજબ તાલુકાના કેટલાક જાગૃત નાગરીકો દ્વારા જો આ માર્ગનું તાત્કાલિક સમારકામ નહિ કરાય તો માર્ગ અને મકાન વિભાગ સામે કાયદેસરની કરવાની કવાયત હાથ ધરાઈ તેમજ ઉગ્ર આંદોલન સહિત ની ચીમકી સ્થાનિકો એ મીડિયા ના માધ્યમ થી ઉંચારી હતી…
રિપોર્ટર / સતીશ વસાવા ઝધડીયા