ભરૂચમાં ગણેશ સુગરમાં થયેલ ગેરવહીવટ મામલે તપાસ કરી ખાંડ નિયામક તરીકે નિષ્પક્ષ વ્યક્તિની નિમણૂક કરવા ભરૂચના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ લેખિત આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ ખાંડ નિયામક સચિવ સમક્ષ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ખાંડ નિયામક એચ. એન. પટેલની તાજેતરમાં જ નિયુક્તિ કરવામાં આવી છે, પરંતુ તેમના દ્વારા ગણેશ સુગર માં પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે, જે બાબતે તેઓએ પોતાના હોદ્દા નો દુરુપયોગ કર્યો હોય જે સબબ તપાસની માંગ કરેલ છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે એચ. એન. પટેલ જેમણે તાજેતરમાં 1 ઓગસ્ટ 2024 થી ખાંડ નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે , તેમની ભૂમિકા ભૂતકાળમાં પણ વિવાદ સ્પદ રહી હતી, તેમના વિરુદ્ધ હાલ પણ અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે, પૂર્વ સહકાર મંત્રી અને હાલના ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલના અંગત સહાયક તરીકે એક સમયે તેમણે ભૂમિકા ભજવેલ હોય આ બાબતે પણ સંદીપ માંગરોલા એ પ્રશ્નો ઉઠાવ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું છે કે તાજેતરમાં મીડિયાના અહેવાલો મુજબ એચ.એન. પટેલ દ્વારા તેમના પદનો દુરુપયોગ કરી રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે પણ પ્રોટોકોલ ની અવગણતા કરી અને કાર્યો કરવામાં આવી રહ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે, ઉપરાંત લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે, કે ગણેશ ખાંડ સહકારી મંડળી સાથે સંકળાયેલા સ્થાનિક ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતા નથી જે મુદ્દે પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, તાજેતરમાં ખેડૂતો દ્વારા કલમ 86 હેઠળ પૂરતા ભાવની માંગણી કરેલ છે પરંતુ એચ.એન. પટેલ દ્વારા આપ બાબતે પણ પાછલા બોર્ડને ગેરવહીવટ માટે જવાબદાર ઠેરવી સભાસદોને ગેરમાર્ગે દોર્યા હોય તેવું પણ ખેડૂતોએ જણાવ્યું છે સરકાર દ્વારા નિયુક્ત બોર્ડને બે રોકટોક છૂટછાટ આપી રહ્યા ની કથિત ચર્ચાઓ એ પણ તાજેતરમાં જોર પકડ્યું છે.
એચ એન પટેલ ની વિવાદાસ્પદ ભૂમિકા વિશે કથિત ચર્ચાઓ એવી પણ જાણવા મળેલ છે કે તત્કાલીન સહકાર મંત્રીના તેઓ અંગત સહાયક તરીકે તેમની સેવા દરમિયાન જિલ્લા રજીસ્ટર તાપી વિપુલ મહેતાને 86 હેઠળ ગણેશ સુગરની તપાસ માટે નિમણૂક માટે દબાણ કર્યું હતું. તાપીના રજીસ્ટાર વિપુલ મહેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર ના અનેક કેસ ચાલી રહ્યા હોય શંકાસ્પદ ભૂમિકા ભજવનાર વ્યક્તિને ભ્રષ્ટાચાર પેટે ખૂબ મોટી રકમ મળી હોવાના પણ અહેવાલો સાંભળ્યા છે, આથી સહકાર મંત્રી સમક્ષ સંદીપ માંગરોલાએ આ તમામ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને જીપીસીસી સમક્ષ તપાસની માંગ કરવા રજૂઆત કરેલ છે , તેમજ એચ.એન. પટેલને ખાંડ નિયામકના પદ પરથી દૂર કરીને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવા માટે પણ રજૂઆત કરેલ છે.