Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

Share

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ભરૂચમાં પાંચ બતી વિસ્તારમાં રહેતા નિકિતેશભાઇએ પડોશી પાસે ચાઈનીઝનું પાર્સલ લેવા નું કહ્યું હતું જે લેવા જતા જતા એકટીવા ગાડી ચોરાઈ ગયા ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવેલ છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના નિકિતેશ બીપીનભાઈ મોદી ઉંમર વર્ષ 44 તેઓ મકાન નંબર 301 ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાંચ બત્તી વિસ્તારમાં પરિવાર સાથે વસવાટ કરે છે, ટૂંક સમય પહેલાં તેમની પડોશમાં રહેતા નસરુદ્દીન અસીફ અલી સૈયદ તેઓને કામ અર્થે બહાર જવાનું હોય તે માટે નિકિતેશભાઇ મોદીએ તેમને તેમની પોતાની માલિકીની એકટીવા ગાડી નંબર GJ -16-CA-4670 તેમને આપેલ હોય તે સમયે તેઓ પોતાનું કામકાજ પતાવી ઘેર પરત ફરતા હોય નિકિતેશ ભાઈએ તેમની પાસે ચાઈનીઝ ફૂડનું પાર્સલ મંગાવેલ હોય જે પાર્સલ લેવા નસરુદ્દીન અસીફ અલી શક્તિનાથ સર્કલ પાસે ગયેલા હોય પાર્સલ લઈને પરત ફરતી વેળાએ activa ગાડી નિકિતેશભાઇ ની તેમને જોવા મળેલ ના હોય આથી શરત ચૂક થી કોઈ તેમની ગાડી ઉઠાવીને લઈ ગયેલ હોય જૂના મોડલની ગાડી હોય લોક ખરાબ હોવાને કારણે અન્ય ચાવી પણ તેમાં લાગી જતી હોય એ મતલબની ફરિયાદ નિકિતેશ ભાઈ દ્વારા સીટીઝન પોર્ટલમાં પણ લખાવવામાં આવેલ હોય પરંતુ તેમાં કોઈ સચોટ બાબત જાણવા ન મળતા તેમના દ્વારા પોલીસ મથકમાં એકટીવા ચોરાઈ ગયેલ હોય જેની ફરિયાદ નોંધાવેલ છે.


Share

Related posts

નેત્રંગ તાલુકાના જેસપુર ગામમાં વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે છેલ્લા ૩૫ વર્ષથી ચાલતી અખંડ રામધુન.

ProudOfGujarat

લીંબડી એસ.ટી.ડેપોની બસનાં નવાં રૂટનો પ્રારંભ થયો.

ProudOfGujarat

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!