Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગરમાં બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી શહેર – જિલ્લા સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Share

જામનગરમાં બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી શહેર – જિલ્લા સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, આ બજેટ જોબ જનરેટર તથા ગ્રોથ જનરેટર બજેટ તરીકે રજુ કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રશાંતભાઈ વાળા ની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવેલ કે આ બજેટ યુવાનોલક્ષી, મહિલાઓલક્ષી, ગરીબોલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે ગરીબ યુવાન મહિલાઓ અને ખેડૂતો ના હીતોને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવેલ છે, જે અંતર્ગત શિક્ષણ, કૌશલ્ય, પ્રશિક્ષણ, અને મધ્યમ વર્ગ, MSME માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ બજેટને સર્વાંગી બજેટ બનાવવા માટે કૃષિમાં ઉત્પાદકતા અને અનુકૂલન ક્ષમતા, રોજગાર અને કૌશલ્ય તાલીમ, સર્વસમાવેશક માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, નિર્માણ અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા સંશોધન અને વિકાસ ઉપરાંત નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ મુદ્દે વિશેષ જોવાયો આવરી લેવામાં આવેલ છે.
કૃષિ કલ્યાણ હેતુ દેશભરમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે સહાય પૂરી પાડવામાં આવશે તથા પ્રમાણપત્ર તેમજ બ્રાન્ડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે 10,000 જરૂરિયાત દરેક ભાઈઓ ઇનપુટ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે સરસવ મગફળીના તેલ સોયાબીન સૂરજમુખી જેવી તેલીબિયા માટે નિર્ભરતા સીલ કરવામાં આવશે નવા શાકભાજી ક્લસ્ટર વિકસાવવામાં આવશે આમ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

રોજગારી અને કૌશલ્ય તાલીમ અંતર્ગત પ્રથમ પગાર ઈપીએફઓમાં સહાય સહિત વુમન્સ હોસ્ટેલ ડેવલોપમેન્ટ પ્રશિક્ષણ 1000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક એરેન્જમેન્ટ અપગ્રેડ કરવામાં આવશે એજ્યુકેશન લોન માટે દસ લાખની લોનની સહાય 3% લેખે ની જોગવાઈ નો સમાવેશ બજેટમાં કરવામાં આવેલ છે.
સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય અંતર્ગત ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અર્થે 2.16 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પીએમ આવાસ યોદ્ધા અંતર્ગત ત્રણ કરોડ વધારાના મકાનોની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓ અને બાળકોને લાભ આપતી યોજનાઓ માટે 300000 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરવામાં આવી છે ઉપરાંત આદિવાસી ઉન્નતી અર્થે 63,000 ગામોને તથા પાંચ કરોડ આદિવાસી લોકોને આવરી લેવામાં આવેલ છે બેન્કિંગ ક્ષેત્રનો પણ વ્યાપ વધારવા નિર્ધાર કરવામાં આવેલ છે મુદ્રા લોનની મર્યાદા હાલ 10 લાખ દિવડાની 20 લાખ કરવામાં આવી છે એસ.એમ.એસ સેક્ટરને વિશેષ લાભો ઈ કોમર્સ એક્સપોર્ટ સેન્ટરને વિશેષ પ્રોત્સાહન મળી રહે તે માટે જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત 500 જેટલી ટોચની કંપનીઓને પાંચ વર્ષમાં એક કરોડ યુવાનને ઇન્ટરશીપ ની તકો પૂરી પાડવા યોજના કરવામાં આવી છે આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્રિટિકલ મિનરલ મશીન ખનીજોનું આપત્તિય ખાણ કામ અને દેવા વસુલાત માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

શહેરી વિકાસ અંતર્ગત શહેરોને વૃદ્ધિ કેન્દ્રો તરીકે પ્રસ્થાપિત કરી શહેરની આસપાસના વિસ્તારોને આર્થિક અને પરિવહન યોજના તેમજ નગર આયોજન ની યોજનાઓને લાગુ કરવા જોગવાઈ કરવામાં આવેલ છે એક કરોડ થી વધુ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે.
ઉર્જા સુરક્ષા પીએમ ઉર્જા ઘર મફત વીજળી યોજના અંતર્ગત 1.28 કરોડથી વધુ કરોને મફત વીજળી સોલાર રૂફટોપ પ્રસ્થાપિત કરવામાં આવશે નાના અને મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર નું સંશોધન અને વિકાસ ક્ષેત્રે પણ જોગવાઈઓ કરવામાં આવેલ છે એડવાન્સ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મોડ પાવર પ્લાન્ટ અને પરંપરાગત સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ટેકો મળી રહે એ રીતે સૂંઘી વીજળીનું ઉત્પાદન થઈ વીજળી પ્રદાન કરી શકાય તેના માટે જોગવાઈ કરવામાં આવેલ છે.

ઇન્ટ્રસ્ટેક્ચર આ વર્ષે મુડી ખર્ચ પેટે 11 લાખ 11,11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે દેશના કુલ જીડીપીના 3.4 ટકા રહેશે રાજ્ય સરકારો દ્વારા ઇન્ટરેચર રોકાણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સિંચાઈ અને પૂર નિવારણ અંતર્ગત આ યોજનાઓને આવરી લેવામાં આવશે.

ન્યુ જનરેશન રિફોર્મ્સ આગામી નવી પેઢીના ઉત્કર્ષ અર્થે આર્થિક નીતિમાં બદલાવો રાજ્ય સરકારો દ્વારા જમીન સુધારા ગ્રામીણ જમીન સંબંધી કામ શહેરી જમીન અંતર્ગત કામ શ્રમ સુધારાઓ કામદારો માટે સેવાઓ મૂડી અને સાહસિકતા સુધારા નાણાકીય ક્ષેત્રની દ્રષ્ટિએ વ્યુહરચના ડોમેસ્ટિક ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ એનપીએસ વાત્સલ્ય વગેરે મુદ્દે રિફોર્મેશન ની જોગવાઈ આવરી લેવામાં આવેલ છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં – જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, પ્રશાંતભાઈ વાળા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી પ્રકાશ ભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા સહિત મીડિયા કનવીનર ભાર્ગવ ઠાકર, દીપા સોની સહિત પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.


Share

Related posts

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

ભરૂચ : તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે, કોવિડ પ્રોટોકોલથી મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત, અત્યાર સુધીનો આંકડો ૬૦૦ ને પાર..!!

ProudOfGujarat

જેતપુરના ધોરાજી પાસે આવેલ સાડીના કારખાનામાં ભયાનક આગ, લાખોનો માલ થયો ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!