અંકલેશ્વરમાં ગેરકાયદેસર કંટામિનેટેડ બેરેલો નું વોશિંગ કરતા શખ્સને ઝડપી લઇ ગુનો દાખલ કરતી બી ડિવિઝન પોલીસ
અંકલેશ્વર શહેર માં પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી તમામ અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અટકાયતી પગલા લેવા માટે બી ડિવિઝન પોલીસને સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ભૂતિયા દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી કંટામીનેટેડ બેરલો ગેરકાયદેસર રીતે વોશિંગ કરતા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તાપી હોટલ સામે એક પ્લોટ માં એક શખ્સ બહારથી બેરેલો લાવી બેરેલોમાં કેમિકલ ગેરકાયદેસર રીતે ભર્યું હોય અને તેનું વોશિંગ કરતો હોય, તે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બનાવ સ્થળે પહોંચી શંકાસ્પદ જણાતા બેરલોની તપાસ કરતાં તાપી હોટલ પ્લોટ નંબર 38 માં એક શખ્સ કેમિકલ જેવા પદાર્થના બેરલોનું વોશિંગ કામગીરી કરતો હોય આ કેમિકલની ચોક્કસ ખરાઈ કરવા માટે બી ડિવિઝન પોલીસે જીપીસીબી ના અધિકારી નો સંપર્ક કર્યો હતો, જીપીસીબીના અધિકારીએ સ્થળ પર આવી પ્રાથમિક તપાસ હાથ ધરી બેરલમાં ભરેલ શંકાસ્પદ જણાતા કેમિકલ નું પૃથ્થકરણ માટે નમુના લીધેલ હોય આ નમૂના નો ટેસ્ટિંગ રિપોર્ટ વંચાણે આવતા જીપીસીબીના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની બોર્ડની મંજૂરી મેળવ્યા વગર ઓક્સિજન ડિમાન્ડ (COD) નું પ્રમાણ કેમિકલમાં વધારે જાણવા મળ્યું છે, આ કંટામીનેટેડ ડ્રમ્સનું વોશિંગનું કામકાજ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હોય આથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બેરલ નું વોશિંગ કરતા શખ્સો વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ 7 /8 અને 15 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો છે.