અંકલેશ્વરમાં ડુપ્લીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ નું વેચાણ કરતા પાંચ દુકાનદારો ની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ
ભરૂચમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝા દ્વારા તમામ પ્રવૃત્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર પોલીસને સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને મોબાઈલ ફોનની એસેસરીઝ અને ડુપ્લીકેટ માલનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ બોલાવી અંકલેશ્વરના પાંચ દુકાન ધારકો સામે રૂ. 6 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ભરૂચ જિલ્લામાં ચાલતી ગેરકાનોની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કોપી રાઈટ ઇન્વેસ્ટીગેશન ઓફિસરને સાથે રાખીને પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ ધારકોની દુકાન પર તપાસ હાથ ધરતા એપલ કંપનીની ડુપ્લીકેટ લોગો વાળી એસેસરીઝ જેમાં એપલ કંપનીનો સિમ્બોલ વાળા મોબાઇલ કવર એપ્પલ કંપનીના સિમ્બોલ લોગો વાળી યુએસબી કેબલ સહિતની મોબાઇલ ફોનની કોપીરાઇટ એક્ટને ભંગ કરતી એસેસરીઝ મળી આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી પાંચ દુકાનો ના માલિકોને ત્યાં દરોડા પાડી પોલીસ ચેકિંગ દરમ્યાન (1)ફ્રેન્ડ્સ મોબાઇલ નામની દુકાનમાંથી એપલ કંપનીના સિમ્બોલ વાળા મોબાઈલ ફોન ના ડુપ્લીકેટ કવર નંગ 47 એક નંગ ની કિંમત રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 23,500 નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે દુકાન માલિક શેખ મોહમ્મદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ ઉંમર વર્ષ 31 રહે મકાન નંબર 2093 મલેકવાડ મદિના હોટલ પાછળ તાલુકો જીલ્લો ભરૂચ, (2) રાજગુરુ મોબાઇલ B- 71 નામની દુકાનમાંથી એપ્પલ કંપનીના સિમ્બોલ વાળા મોબાઇલ ફોનના ડુપ્લિકેટ એરપોડ નંગ 14 એક નંગ ની કિંમત રૂપિયા 3000 લેખે કુલ રૂપિયા 42000 નું મુદ્દામાલ જપ્ત કરી માલિક નહેરુ સિંગ રાજપુરોહિત ઉંમર વર્ષ 26 હાલ રહે ફ્લેટ નંબર 302 સૂર્ય પેલેસ સિટી સેન્ટર અંકલેશ્વર જીઆઇડીસી જીલ્લો ભરૂચ મૂળ રહે પાલીહાલ તાલુકા ગુડા માલ જીલ્લો બાડમેર રાજસ્થાન , (3) વી મોબાઈલ પોઇન્ટ – B- 73 નામની દુકાનમાંથી પોલીસે એપલ કંપનીના ઉનના ડુપ્લીકેટ કવરો નંગ 282 એક નંગ ની કિંમત રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 1,41,000-/ અને એપલ કંપનીના સિમ્બોલ વાળા એરપોડૅ નંગ એક કિંમત રૂપિયા 3000 કુલ રૂપિયા 1,44,000-/ મુદ્દામાલ કબજે કરી માલિક જગદીશભાઈ છત્રારામ રાજપુરોહિત ઉંમર વર્ષ 24 હાલ રહે B 202 શ્રી હાઇટ્સ બિલ્ડીંગ કાપોદ્રા પાટીયા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ મૂળ રહે ભીનમાલ તાલુકો જાલોર રાજસ્થાન, (4) શ્રી જય અંબે મોબાઈલ નામની દુકાનમાંથી એપલ કંપનીના સિમ્બોલ વાળા મોબાઇલ ફોનના ડુપ્લીકેટ કવર નંગ 228 એક નંગ ની કિંમત રૂપિયા 500 લેખે કુલ રૂ.1,14,000-/ કબજે લઈ દુકાનના માલિક મોહન ઠંડમતરામ રાજપુરોહિત ઉંમર વર્ષ 22 હાલ રહે 118 મન મંદિર રેસીડેન્સી કોસમડી અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહે. ફાગોદરા તાલુકો ભીનમાલજી જાલોર રાજસ્થાન (5) સદગુરુ મોબાઇલ જી31 નામની દુકાનમાંથી પોલીસે દરોડા દરમ્યાન એપલ કંપનીના સિમ્બોલ વાળા મોબાઇલ કવર નંગ 207 એક નંગ ની કિંમત રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 1,03,500-/ એપ્પલ કંપનીના સિમ્બોલ વાળા યુએચડી કેબલ નંગ 30 એક નંગ ની કિંમત રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 15000 તથા apple કંપનીના સિમ્બોલ વાળા એડેપ્ટર નંગ 10 એક નંગ ની કિંમત રૂપિયા એક હજાર કુલ રૂપિયા 1, 80,000 એપલ કંપનીના સિમ્બોલ વાળા એરપોડૅ નંગ 1 કિંમત રૂપિયા 3000 મળી કુલ સદગુરુ મોબાઇલ માંથી પોલીસે રૂપિયા 3 લાખ 11,500 નો મુદ્દા માલ જપ્ત કરી દુકાનના માલિક રતારામ દુદા રામ ચૌધરી ઉંમર વર્ષ 43 હાલ રહે પ્લોટ નંબર 608 થી 913 3B હાઉસ B-33 સ્વર્ગ રેસીડેન્સી અંકલેશ્વર જીઆઇડીસી જીલ્લો ભરૂચ મૂળ રહે ડુગરલી તાલુકો બાલી જીલ્લો પાલી રાજસ્થાન ને ઝડપી લઇ પોલીસે તમામ દુકાન ધારકો પાસેથી કુલ રૂ. 6,35,000 નો ડુપ્લીકેટ કોપીરાઇટ એક્ટને ભંગ કરતો મુદ્દા માલ જપ્ત કરી તમામ દુકાન ધારકો ના માલિકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધી કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 51, 63, 64 મુજબની કામગીરી હાથ ધરેલ છે.