ભરૂચ માં હિન્દુ ધર્મ ના ગ્રંથોનું ખોટું અર્થઘટન કરી ધાર્મિક શાંતિ ડહોળતા શખ્સની અટકાયત કરતી રૂરલ પોલીસ
ભરૂચમાં સુલતાન કોલોની ખાતે રહેતા એક શખ્સ ને હિન્દુ
ધર્મના મહાન ગ્રંથોના લેખોનું ખોટું અર્થઘટન કરી ગૌમાસની દૃષ્ટ પ્રેરણા તેમજ હિંદુ ધર્મને લાગણીને ઠેસ પહોંચાડતા મુસ્લિમ મુક્તિની ભરૂચ રૂરલ પોલીસે મુસ્લિમ મુક્તિની અટકાયત કરી છે.
ભરૂચમાં હિન્દુ ધર્મના ગ્રંથોનું લોકોનું ખોટું અર્થઘટન કરી પેમ્પલેટ બનાવી સોશિયલ મીડિયા માં ઈ-મેલ મારફત મોકલી આપી મુસ્લિમ મુક્તિ દ્વારા હિન્દુ ધર્મ વિશે ખોટો ધર્મ પ્રચાર કરતા હિન્દુ ધર્મની લાગણી દુભાવી અને ગૌવંશ હત્યા સહિતની બાબતો દ્વારા હિન્દુ ધર્મને લાગણી દુભાવનાર મુસ્લિમ મુક્તિ અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ મુસ્લિમ ઉંમર વર્ષ 45 ધંધો લેખક રહે. ટીપુ સુલતાન કોલોની કંથારીયા ગામ પાસે, શેરપુરા તાલુકો જીલ્લો ભરૂચ દ્વારા તેમના એક ઈ-મેલ મારફત હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ તેમજ હિન્દુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત ,મનુસ્મૃતિ, ઉપનિષદ, પુરાણો વગેરેમાં લખેલા સંસ્કૃત ભાષાના શ્ર્લોક નું ખોટું અર્થઘટન કરી હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ ગૌ માંશ ખાવા અંગેની ખોટી હકીકતો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હિન્દુ ધર્મની લાગણી દુભાવી તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરી જ્ઞાતિવાદ ઉભો કરનાર તથા ધાર્મિક લાગણી દુભાવી અને શાંતિનો ભંગ થાય તે બાબતનું કૃત્ય કરતા ભરૂચ રૂરલ પોલીસે અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ની ધરપકડ કરી અટકાયતી પગલાં લઈ BNS મુજબનો ગુનો દાખલ કરી પોલીસે કલમ 56/ 57/ 196/(1) A,B 197 (1) C,D 299 /302 /353 (1) B C મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.