ભરૂચના કડોદરામાં શાહીન પાર્કમાં રાત્રિના સમયે તસ્કરો bike ઉઠાવી ગયા
ભરૂચના કડોદરામાં રહેતા અબ્દુલ વહીદ અબ્દુલ સતાર ચૌધરી ભંગાર નો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓ પોતાનું કામકાજ પૂર્ણ કરી ઘેર આવેલ હોય તે સમયે ઘરની બહાર રાખેલ બાઈક તસ્કરો રાત્રિના સમયે ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાય છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના અબ્દુલ વહીદ અબ્દુલ સતાર ચૌધરી ઉંમર વર્ષ 52 ભંગારના ગોડાઉન નો વ્યવસાય કરે છે તેઓ ગત તા. 30ના રોજ પોતાની ન્યુ ઇન્ડિયા નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ યુનિક એન્ટરપ્રાઇઝ ભંગારના ગોડાઉનમાં કામકાજ અર્થે ગયેલ હોય તેઓ કામકાજ જોઈ, સંભાળી સાંજના સમયે પોતાને ઘેર પરત આવેલ હોય ત્યારબાદ તેઓએ પોતાની બાઈક splendor plus રજીસ્ટર નંબર GJ-16-BR-8157 શાહીન પાર્ક મસ્જિદની સામેની બિલ્ડીંગ નીચે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ હોય રાત્રિના સમયે પોતાને ઘેર ઊંઘવા જતા રહ્યા હોય રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ આવીને splendor plus કિંમત રૂપિયા અંદાજિત 30,000 ચોરી કરી ગયેલ હોય આથી બીજા દિવસે સવારે તેઓ પોતાના ઘેરથી ભંગારના ગોડાઉન પર જવા માટે શાહીન પાર્ક મસ્જિદ સામેની બિલ્ડીંગમાં પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક લેવા ગયેલ તે સમયે તેમને જાણ થયેલ કે રાત્રિના તસ્કરોએ તેમની બાઈકની ચોરી કરી ગયેલ હોય આથી અબ્દુલ વહીદ અબ્દુલ સતાર ચૌધરી સાઈનાથ પાર્ક એપાર્ટમેન્ટ કડોદરા અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે રહેતા હોય તેઓએ આ બાઈક ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે .