ભરૂચમાં બેકરી ચલાવતા પિતા-પુત્ર ઘેર જમવા ગયા ને તસ્કરો 1.50 લાખ સેરવી ગયા
ભરૂચના જાડેશ્વર ના શ્રી રંગ પેલેસ ખાતે અતુલ બેકરીમાં બપોરના સમયે દુકાનદાર ઘેર જમવા જતા તસ્કરોએ હાથ ફેરો કરી રૂપિયા 1.50 લાખની મતા ચોરી કરી ગયેલની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના સિંધુનગર ખાતે રહેતા કરણભાઈ જગદીશભાઈ ચેલવાણી ઉંમર વર્ષ 24 ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી રંગ પેલેસ ખાતે અતુલ બેકરી નામે દુકાન ચલાવે છે, પોતાનું તથા પરિવારનું ગુજરાન આ બેકરી દ્વારા ચલાવતા હોય ગત તા. 27 ના રોજ તેઓ સવારે બેકરી ખાતે રોજબરોજના કામકાજ અનુસાર તેઓ બેકરીએ પહોંચેલ હોય ત્યારબાદ બપોરના સમયે તેમના પિતા જગદીશભાઈએ કાઉન્ટર નો વકરો થયેલ રૂપિયા 1.50 લાખ ગણીને રાખેલ હોય અને તેમને જણાવેલ કે દુકાનના કાઉન્ટરમાં થયેલ રૂપિયા બેંકમાં જમા કરાવવાના હોય બપોરના અરસામાં પિતા – પુત્ર બંને ઘેર જમવા ગયેલ હોય તે સમયે દુકાનમાં બે વાગ્યા ના સુમારે તસ્કરો ત્રાટકેલ હોય અજાણ્યા શખ્સો દ્વારા કાઉન્ટર પર થયેલ કમાણીના રૂપિયા 1.50 લાખ જે કાઉન્ટરની નીચે સુવ્યવસ્થિત રીતે રાખેલ હોય તે રૂપિયા ચોરી જતા કરણભાઈએ પોલીસ મથકમાં રૂપિયા 1.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.