ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં વહાલા- દવલાની સરકારની રાજનીતિ ને ખુલ્લી પાડી રાજપીપળામાં યુવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું
ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં વારંવાર છબરડા થયા હોય જેમાં 80% થી વધુ માર્ક આવ્યા હોય તે વિદ્યાર્થીઓના માર્ક ઓનલાઈન જાહેર ન કરાતા આજે રાજપીપળા ખાતે યુવા અધિકાર ન્યાય ચળવળ હેઠળ વિદ્યાર્થી સિદ્ધાર્થ દશોંદી દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી સરકારી ભરતીઓમાં થતા છબરડાઓ અંગે વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ લેખિત આવેદનપત્રમાં યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફોરેસ્ટની જે ભરતી થઈ તેમાં માત્ર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, તેના બદલે દરેક વિદ્યાર્થીના માર્ક ઓનલાઈન મૂકવામાં આવે તે સહિત અન્ય માંગણીઓ પણ તેઓએ જણાવી છે કે ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ જીપીએસસી જેવી પરીક્ષાઓ જ્યારે ઓફલાઈન લેવાતી હોય તેવા સમયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઇન પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું હોય તેવી સ્થિતિએ છે, ઓનલાઇન પરીક્ષા બોર્ડ વિશે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અન્ય મોટી ભરતીઓમાં પણ ઓફલાઈન પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે તેવામાં ટીસીએસ નામની કંપનીને જ દરેક વખતે ઓનલાઇન પરીક્ષા નો કોન્ટ્રાક્ટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે જે કંપનીને કોઈ પણ પ્રકારનો ઓનલાઈન પરીક્ષાનો અનુભવ નથી તેના વિરુદ્ધ હાઇકોર્ટમાં અનેક દાવા ચાલી રહ્યા છે તો tcs કંપનીનો કોન્ટ્રાક્ટ દૂર કરી, CBRT પદ્ધતિને નાબૂદ કરી નોર્મલાઈઝેશન પદ્ધતિથી પરીક્ષાઓ લેવા માંગ કરી છે જણાવ્યું છે કે હાલ ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જો અમારી માંગણીઓ સંતોષકારક સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલનની પણ યુવા અધિકાર ન્યાય ચળવળ ના યુવકોએ ચીમકી ઉચ્ચારી છે.