ભરૂચ માં વિલાયત જીઆઇડીસી માં કેટલીસ્ટ પાવડર ની ચોરી કરનાર 14 શખ્સોને ઝડપી પાડતી વાગરા પોલીસ
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ભરૂચ ના જિલ્લા મથકોમાં થતા ચોરીના બનાવોને અટકાવવા માટે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક પગલાં માટે સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વિલાયત જીઆઇડીસી માં આવેલ જ્યુબીલન્ટ કંપનીમાંથી કેટલાક શખ્સો દ્વારા કેટલીષ્ટ પાવડરની ચોરી કરાઈ હોય જે તમામ એક ડઝનથી વધુ 14 આરોપીઓને ઝડપી લઇ વાગરા પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજથી દોઢેક માસ પહેલા કેટલા લીસ્ટ પાવડરની ચોરી વિષયક ફરિયાદ વાગરા પોલીસ મથકમાં નોંધાયેલ હોય જે ફરિયાદના અનુસંધાને વાગરા પોલીસ વોચ તપાસમાં હોય, જે દરમિયાન દહેજ પોલીસ સ્ટેશન ની ટીમને ખાનગી રહે બાદમી મળેલ કે અંદાજિત સાત જેટલા શખશો કેટલીસ્ટ પાવડર તથા અન્ય મુદ્દા માલ ની ચોરી કરેલ હોય અને તે મુદ્દા માલ ને વેચાણ અર્થે વિજયભાઈ રામ છત્રસિંહ ચૌહાણને આપવા જવાના હોય જે ચોક્કસ બાતમીના આધારે દહેજ પોલીસ દ્વારા કેટલીષ્ટ પાવડર 7 કિલોગ્રામ સાથે 7 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હોય તેઓની પોલીસે આકરી ઢબે પૂછતાછ કરતા જણાવેલ કે આરોપી સતીશ નટવર વસાવા પોતે તથા સમીર શાંતિલાલ રાઠોડ સહિતનાઓની ટીમ મળીને ચોરી કરેલ 40 kg કેટલીસ્ટ પાવડર વેચાણ કરવાના ઇરાદે જનાર હોય જે પાવડર વિજયભાઈ રામચંદ્રસિંહ ચૌહાણને વેચાણ કરવાનો હોય તે સમયે એસોજીના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેમની ગાડીને રોકવામાં આવતા તમામ મુદ્દા માલ લઈ લીધેલ હોય જે તમામ મુદ્દા માલ અતુલ કુમાર રમેશભાઈ પટેલને આથી પોલીસે આ તમામ આરોપીને ઝડપી લઇ 1)ઉમેશ ઉર્ફે વિષ્ણુ સુરેશભાઈ રાઠોડ રહે ભરૂચ, 2) વિશાલભાઈ જયંતીભાઈ વસાવા રહે. નવીનગરી ભરૂચ , 3) સતિષભાઈ નટવરભાઈ વસાવા રહે બરગામાં મસ્તાન ફળિયું ભરૂચ 4) અક્ષય ભાઈ સુરેશભાઈ વસાવા રહે વૃંદાવન સોસાયટી ભરૂચ, 5) મહેશ વિઠ્ઠલભાઈ પટેલ રહે વર્ણવીલા એપાર્ટમેન્ટ અંકલેશ્વર મૂળ રહેઠાણ પીલુડા મહેસાણા 6) અમિતભાઈ સુરેશભાઈ ઠાકોર રહે દહેજ નવીનગરી ભરૂચ 7)) અમિતભાઈ સુરેશભાઈ પટેલ વર્ણવિલાસ સોસાયટી સિટી સેન્ટર જીઆઇડીસી અંકલેશ્વર મૂળ રહેઠાણ મહેસાણા 8)સમીર શાંતિલાલ રાઠોડ રહે કેસલુ દાદાની ડેરી વાળું ફળિયું આમોદ ભરૂચ. 9) કિશન વિરમભાઈ વસાવા રહે અંકલેશ્વર નવીનગરી જીલ્લો ભરૂચ 10)વિક્રમ ઉર્ફે આશિષ પ્રભાતભાઈ પરમાર પાણીયાદ હરસિધ્ધિ ફળિયુ વાગરા જીલ્લો 12) ભરૂચ અતુલકુમાર રમેશભાઈ પટેલ નિશાન ફળિયુ અંકલેશ્વર ભરૂચ 13) વિજય રામ છત્રસિંહ ચૌહાણ નવાપુર ગામ મસ્તાન ટેકરી તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ 14) નિલેશભાઈ નારસંગભાઈ વસાવા રહે. ઝગડીયા ને પોલીસે 13 kg 900 gm 43 પાવડર સાથે કુલ રૂપિયા 18,53,300-/ નો મુદ્દા માલ સાથે ઝડપી લઇ આગળ ડી એન એમ એસ ની કલમ 35(1) ઈ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.