Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કેડીસીસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

Share

નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કેડીસીસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે બેંકના સભાગૃહમાં ચૂંટણી યજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની આજે સતત બીજી વખત બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

Advertisement

આ બેન્કના અઢી વર્ષની મુદત માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામનો મેન્ડેટ લઈને બેંક ખાતે પહોંચ્યા હતા. નડિયાદ ધારાસભ્યએ ભાજપ સમર્પિત બેંકના સભ્યો સમક્ષ બંધ કવર ખોલી બેંકના ચેરમેન તરીકે ફરી એક વખત તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની પક્ષ દ્વારા પસંદગી કરી હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બેંકના ચેરમેન પદ માટે તેજસભાઈ પટેલ અનેવાઇસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમારે વિધિવત ફોર્મ ભર્યા હતા દરમિયાન સમય મર્યાદામાં બંને પદ માટે બીજા અન્ય કોઈ ફોર્મ ભરાયા ન હતા જેથી ચૂંટણી અધિકારી નાયબ કલેકટરે બેંકના ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.


Share

Related posts

આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરસેવા સદન દ્વારા પતંગ ના વિવિધ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ProudOfGujarat

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

ProudOfGujarat

સુરતમાં તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી, જાણો શું છે કારણ ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!