ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભા મળી….* રોડ પરના ખાડા, રખડતાં
ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ ના મુદ્દે વિપક્ષે શાસક પક્ષ ને ઘેર્યો…*
એજન્ડા પરના 57 સહિત અધ્યક્ષ સ્થાને થી રજૂ થયેલ અન્ય કાર્યો ને બહાલી..
ભરૂચ નગરપાલિકા ની સમાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવ ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં વિપક્ષે રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ ના મુદ્દે શાસક પક્ષ ને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી….
ભરૂચ નગરપાલિકા ની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ બા યાદવ ની અધ્યક્ષતા માં મળી હતી.જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરુચ ની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા ત્રણ મુદ્દા રોડ પરના ખાડા,રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ ના વિવાદ ના મુદ્દે ચર્ચા ની માંગણી કરતા શાસક અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલો થી વાતાવરણ ગરમાયું હતું..વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભરુચ પ્રત્યે નો લગાવ દર્શાવી શાસક પક્ષ ના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટે ની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેર ના રોડ પર ટુંક જ સમય માં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરો નો છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી..તે ઉપરાંત હાલમાં વિવાદિત બની રહેલ ડમ્પિંગ સાઈટ ના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઇ તેમ કહી હવે ના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે જી.પી.સી.બી.ની મંજુરી અંતિમ તબક્કા માં હોવાનું જણાવી મામલો થાળે પાડયો હતો.તો શહેર ના રોડ પર રખડતાં ઢોરોના મુદ્દે પાલિકા ની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદ ના કારણે ઢોરોને પકડવાનું બંધ હતું તે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતાં એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી.વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદે ભવ્ય ભરુચ ને ભાજપ ના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપ ના ભ ના કારણે પ્રજાજનો ને હાડમારી પડી રહી હોવાનું કહીં શાસકો બચાવ ની સ્થિતિ માં આવી ગયા હોવાનું જણાવ્યું હતું.બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવે રોડ રસ્તા સહિત ના વિકાસ કાર્યો સાથે ભરુચ ને સુંદર બનાવવા સૌને સાથે રાખવા નું પણ કહ્યું હતું તો ડમ્પીંગ સાઈટ નું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય આગામી દિવસોમાં આ પ્રશ્ન નું પણ નિવારણ આવી જશે તેમ કહ્યું હતું..પોણા ત્રણ કલાક ની મેરોથોન બની રહેલ ભરૂચ નગર પાલિકા ની સમાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષ ની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું..