ગુજરાતમાં આશા બહેનોની કામગીરી દિવસ 30 પગારનું ચૂકવણું દિવસ 24 : આશા બહેનોના પ્રશ્નોની રજૂઆત કરતા સાજેદ પટેલ
આશા બહેનોને પડતી મુશ્કેલીઓ તેમને સમયસર પગાર ભથ્થું ચૂકવવામાં ન આવતા તેમ જ તેમને પીએમવીવાય ના રૂપિયા પણ ન મળતા હોવાથી ભરૂચ જિલ્લા આશા કર્મચારી સંઘના પ્રમુખ સાજેદા પટેલ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ને સંબોધીને ભરૂચના કલેક્ટર સમક્ષ લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આશા બહેનોની સમસ્યાઓ માટે સાજેદ પટેલ દ્વારા પાઠવાય લેખિત આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ કારોબારીની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારી ની હાજરીમાં આશા બહેનોને પડતી અગવડતાઓ વિશેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રશ્નો પણ મૂકવામાં આવ્યા હતા. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા આશા બહેનો વિષયક કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવેલ નથી. આથી રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેકટર સમક્ષ આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવા નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આશા બહેનો સ્વાસ્થ્ય વિભાગનું મહત્વનું કામ કરે છે, તેઓને આપવામાં આવતું માનદવેતન અત્યંત ઓછું હોય તેમજ તેઓને સામાજિક સુરક્ષા પણ મળતી નથી પીએમવીવાય નું ઇન્ટેન્સિવ નું આજ સુધી થયું નથી તેઓને ચૂકવવામાં આવતું માનદવેતન સમયસર મળતું નથી.
આશા બહેનો આખો મહિનો કામ કરતી હોવા છતાં તેઓને માત્ર 24 દિવસનું જ પગાર ભથ્થું ચૂકવવામાં આવે છે જેમાં કામગીરીના દિવસો 30 કરી આપવા જણાવ્યું છે, તેઓને આપવામાં આવતો ડ્રેસ કોડ કોટનનો આપવામાં આવે તેમ જ હાલ એક સરખો ડ્રેસ આપવામાં આવે છે તે બદલીને અલગ અલગ કોટનની સાડી કે ડ્રેસ આપવામાં આવે તથા કેન્દ્ર સરકાર દ્વારા આજ દિન સુધી તેઓને 50% ઇન્સેન્ટીવ નું ચુકવણું બાકી છે તે પણ કરી આપવામાં આવે તમામ ચુકવણું મહિનાને અંતે થાય છે , તે સમયસર આપવું જોઈએ આશા બહેનોને એપીએલ અને બીપીએલના રૂપિયા મળતા નથી તેમને પણ સામાજિક સુરક્ષાના ડાયરામાં સમાવેશ કરી ઈપીએફ/ પીએસઆઈસી ની કપાત થાય તે મુજબ પગાર ભથ્થું ચુકવણું કરવા માંગ કરી છે.