Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અમદાવાદ આરબીઆઈની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરતા સંદીપ માંગરોલા: આગામી તપાસ નાબાર્ડને સોંપાઈ

Share

અમદાવાદ આરબીઆઈની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરતા સંદીપ માંગરોલા: આગામી તપાસ નાબાર્ડને સોંપાઈ

ગુજરાતમાં દિનપ્રતિદિન બેન્કિંગ ક્ષેત્રમાં અધિકારીઓ દ્વારા બેદરકારી ના કિસ્સા વધતા જાય છે તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોરાએ અમદાવાદ આરબીઆઈ ની નિષ્ક્રિયતા અંગેની ફરિયાદ કરી છે.

Advertisement

ગુજરાત મા બેન્કિંગ કંપની ઓના આરબીઆઈ અધિકારીઓ દ્વારા કાયદાકીય બેદરકારી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા આરબીઆઈ અમદાવાદને અનેક વખત જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોરાએ લેખિત આવેદનપત્ર પાઠવી બેંકના હોદ્દેદારો અને અધિકારીઓ વિષયક કાર્યવાહી કરવા માંગ કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 મુજબ બેંકના હોદ્દેદારો અધિકારીઓ 8 વર્ષથી વધુ સમય માટે પદ પર રહેવા માટે યોગ્ય ગણાય નહીં તેમ છતાં આ મર્યાદા વટાવી ચૂકેલા કેટલાક અધિકારીઓ હજુ પણ બેન્કિંગ ક્ષેત્રે પદ પર છે જેમાં રાજ્ય બેંકના ચેરમેન અજય પટેલ પણ સામેલ છે તેઓ અપેક્ષ બેંકના ચેરમેન તરીકે પણ બે દાયકાથી વધુ સમય વિતાવ્યો છે ગુજરાતમાં આ રીતે બેન્કિંગ ક્ષેત્રે સમય મર્યાદા કરતા વધુ કાર્યભાર સંભાળનારા વ્યક્તિઓને યાદી સંદીપ માંગરોળોલાએ આરબીઆઈ સમક્ષ સોંપી છે આરબીઆઈ અમદાવાદ દ્વારા પણ તેઓને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા અંતે આ મુદ્દો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યો હતો આથી તેઓએ આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસને સત્તાવાર ફરિયાદ કરી જાણ કરેલ છે, જે બદલ અમદાવાદ રિજનલના આરબીઆઈના ડિરેક્ટર વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે. અમદાવાદની રિઝયોનલ ઓફિસ આ તમામ બાબતો થી હરકતમાં આવી હતી ફરિયાદના ઘણા લાંબા સમય બાદ આ અંગે તપાસના આદેશ નાબાર્ડ ને સોંપવામાં આવ્યા છે.


Share

Related posts

નડિયાદ : ઠાસરા પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ

ProudOfGujarat

પાલેજ પંથકમાં સેંકડો હેક્ટર ખેતી પાકને અતિ ભારે વરસાદથી નુકસાન

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે ગુપ્તી અને ચપ્પુથી હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરાતા પોલીસમાં ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!