ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જાહેરમાં જુગાર રમતા શખ્સો ઝડપી લઇ વાલીયા પોલીસે જુગાર ધારા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સમગ્ર શહેરમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને વાલીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ભરાડીયા સ્મશાન ફળિયા ખાતેથી જાહેરમાં જુગાર રમી રમાડતા હોય તે જગ્યાએ પોલીસે દરોડો પાડ્યો હોય, તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે ભરાડીયા ખાતે કેટલાક સખશો સટ્ટાબેટિંગનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે, આથી વાલીયા પોલીસે ટીમ બનાવી ભરાડીયા સ્મશાન ફળિયું ખાટી આમલીના ઝાડ નીચે બાતમીદારો એ આપેલ બાતમી વાળી જગ્યા ઉપર પોલીસે દરોડો પાડતા આ જગ્યા પર થી કેટલાક શખ્સો સટા બેટિંગનું જાહેરમાં જુગાર રમતા હોય પોલીસ દરોડા દરમ્યાન અન્ય શખ્સો બનાવ સ્થળેથી નાસી છૂટ્યા હોય પોલીસ દરોડા દરમિયાન રણજિત માદિયા વસાવા ઉંમર વર્ષ 62 રહે ટેકરી ફળિયુ ભરાડીયા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ ને બનાવ સ્થળે જુગારનો સટ્ટા બેટીંગ બહારજીત રૂપિયા વળે રમી રમાડતો રંગે હાથે ઝડપી પાડ્યો હોય તેમણે પોલીસ અને પંચો સમક્ષ રૂબરૂ સટ્ટા બેટિંગ નો જુગાર રમી રમાડી આંકડા લખેલી ચિઠ્ઠીઓ દ્વારા સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી, પોલીસે આંકડા લખેલી ચિઠ્ઠીઓ, એક મોબાઈલ ફોન પંચનામાં સમયે અંગ જડતી માંથી મળેલ રૂપિયા 4100 ફોન કિંમત રૂપિયા 500 તથા દાવ પર લગાવેલ રૂપિયા સહિત પોલીસે 9 2016 નો મુદ્દામાલ કબજે લઈ આગળ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.